ગુજરાતના આદિવાસી વિસ્તાર ની વલસાડની બેઠક કોંગ્રેસ અને ભાજપ શા માટે જીતવા માગે છે?

SHARE WITH LOVE
 • 35
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  35
  Shares

અત્યાર સુધીના ઈતિહાસમાં જોઈએ તો મોટેભાગે વલસાડની બેઠક જે પક્ષને મળી છે તેની જ સરકાર બનેલી છે. 2014ની ચૂંટણીમાં ભાજપના ડોક્ટર કે.સી.પટેલનો વલસાડની બેઠક પરથી વિજય થયો હતો. એ સમયે ભાજપને લોકસભામાં સ્પષ્ટ બહુમતી મળતા તેમની સરકાર રચાઈ હતી.

દક્ષિણ ગુજરાતના વલસાડ લોકસભા ની બેઠકને મુખ્ય બંને રાજકીય પક્ષો ખૂબ જ મહત્વની ગણી રહ્યા છે. કારણકે છેલ્લા ૪૦ વર્ષનો ઈતિહાસ જોવામાં આવે તો એવું જણાવ્યું છે કે કોંગ્રેસના ઉમેદવાર જ્યારે પણ આ બેઠક પરથી ચૂંટણી જીત્યા છે, ત્યારે કેન્દ્રમાં કોંગ્રેસની આગેવાની હેઠળ સરકાર રચાઈ છે. ભૂતકાળમાં 1980માં સ્વર્ગસ્થ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ ધરમપુરમાં જાહેર સભા કરી હતી. એ ચૂંટણીમાં કોંગ્રેસના ઉત્તમ પટેલનો વિજય થયો હતો.

ત્યારબાદ કોંગ્રેસની સરકાર રચાઈ હતી. સ્વર્ગસ્થ રાજીવ ગાંધી પણ 1985 ધરમપુરમાંથી જાહેર સભા કરી હતી. એ વખતે પણ કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર આવી હતી. છેલ્લે 2004માં કોંગ્રેસનાં સર્વેસર્વા એવા સોનિયા ગાંધીએ જાહેર સભા કરી હતી. જેમાં પણ કોંગ્રેસના ઉમેદવાર બેઠક જીતી જતા કોંગ્રેસના વડપણ હેઠળની સરકાર કેન્દ્રમાં રચાઈ હતી.

અત્યાર સુધીના ઈતિહાસમાં જોઈએ તો મોટેભાગે વલસાડની બેઠક જે પક્ષને મળી છે તેની જ સરકાર બનેલી છે. 2014ની ચૂંટણીમાં ભાજપના ડોક્ટર કે.સી.પટેલનો વલસાડની બેઠક પરથી વિજય થયો હતો. એ સમયે ભાજપને લોકસભામાં સ્પષ્ટ બહુમતી મળતા તેમની સરકાર રચાઈ હતી.

ભૂતકાળમાં વલસાડની બેઠકને લઈને જે સ્થિતિ નિર્માણ થઇ હતી, તેના આધારે એવી માન્યતા થઈ ગઈ છે કે વલસાડની બેઠક જે પક્ષ જીતે છે, તેની જ સરકાર કેન્દ્ર માં બનતી હોય છે. ખાસ કરીને કોંગ્રેસની પરંપરા આ પ્રકારની રહી છે. જેને કારણે કોંગ્રેસે આ વખતે પણ કોઈ પણ ભોગે વલસાડની બેઠક જીતવાનો નિર્ધાર કર્યો છે.

ચૂંટણી જાહેર થવામાં હજુ થોડા દિવસોની વાર છે. પરંતુ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાના ચૂંટણી પ્રચારની શરૂઆત પણ દક્ષિણ ગુજરાતના ધરમપુરથી જ કરવાનું નક્કી કર્યું છે. આજે બપોરે 2:30 તેઓ ધરમપુરની લાલ ડુંગળી મેદાન ખાતે વિશાળ જાહેર સભાને સંબોધશે. 2019માં યોજાનારી લોકસભાની ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ ધરમપુર ખાતેથી કરીને કોંગ્રેસ પોતાની પરંપરા અને ઈતિહાસને જાળવી રાખવા માંગે છે.

બપોરે અઢી વાગે રાહુલ ગાંધી જન આક્રોશ રેલીમાં ચોકીદાર ચોર હૈ ના નારાઓ લગાવશે. તેમજ લોકો પાસેથી પણ બોલાવશે અત્રે નોંધનીય છે કે તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ બે વખત દક્ષિણ ગુજરાતની મુલાકાત લઈ જાહેરસભાને સંબોધન કર્યું હતું. આ વખતની ચૂંટણીમાં પણ ભાજપ અને કોંગ્રેસ વલસાડની બેઠક કોઈપણ ભોગે જીતવા માટે આકાશપાતાળ એક કરશે. પરંતુ કોંગ્રેસને કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકારને હટાવી પોતાની સરકાર રચવી હોવાથી આગામી સમયમાં દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસના મોટા માથાઓની અવરજવર વધશે, અને જાહેર સભાઓ પણ યોજાશે.


SHARE WITH LOVE
 • 35
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  35
  Shares

Leave a Reply

Your email address will not be published.