આદિવાસી સમાજે નેતા ઓં ને કેમ ભગાડ્યા? જાણો ! દાહોદ કિસ્સો ગરમ

SHARE WITH LOVE
 • 437
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  437
  Shares

શેર લાઇક અને કોમેન્ટ કરો …

લોક સભા 2019 ની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ચૂંટણીપંચ દ્વારા ચૂંટણીની તારીખો પણ જાહેર કરી દેવામાં આવી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસે પણ પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે

પરંતુ લોકોને વિવિધ સમસ્યાઓ અને ખોટી રીતે લોકોને હેરાન ગતિ કરનાર આવા નેતાઓ લોકોના દોસ નો ભોગ બની રહ્યા છે ત્યારે આપણે વાત કરી રહ્યા છે દાહોદ જિલ્લાના એક તાલુકાની ત્યાં  એક ન્યૂઝ ચેનલને ડિબેટ દરમિયાન આદિવાસી સમાજ લોકો ત્યાં પહોંચીજય ભાજપ વિરોધી નારા લગાવ્યા હતા અને કોંગ્રેસની સામે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો, ત્યારે નેતાઓ ઉભી પુછડીએ ભાગ્યા હતા.

ન્યુઝ ચેનલની આ ડીબેટ માં ભાજપ અને કોંગ્રેસના સમર્થકો મોટી સંખ્યામાં ભેગા થયા હતા પરંતુ તેઓને ક્યાં ખબર હતી કે પાંચ વર્ષમાં માત્ર એક વખત લોકો સમક્ષ દેખાવ પડતા અને લોકોને અન્યાય કરવો તેમને આ સમયે ભારે પડી શકે કેમ છે અને થયું પણ એવું જ આદિવાસી સમાજના લોકો ત્યાં પહોંચી જય ભાજપ અને કોંગ્રેસ નો વિરોધ કરી ભાજપ અને કોંગ્રેસ સામે મોટા સૂત્રોચાર કરવામાં આવ્યા હતા.

આદિવાસી લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રાજ્ય અને દેશની સરકાર દ્વારા આદિવાસી ના હોવા છતાં પણ ચારણ રબારી ભરવાડ જેવા લોકોને આદિવાસી સમાજ ના ખોટા પ્રમાણપત્રો આપવામાં આવ્યા છે, અને તેમને અનુસૂચિત જનજાતિના દાખલા આપી તેમને અનુસૂચિત જનજાતિ માં સમાવિષ્ટ પણ કરવામાં આવ્યા છે. જેથી પોતાની માંગ માગવા માટે આદિવાસી સમાજ ના લોકો દ્વારા વિરોધ કરી સુત્રોચાર કરાયા હતા.

ફરી જે પક્ષ આદિવાસી સમાજના પ્રશ્નો ઉકેલાશે અને બંધારણ ની અનુસૂચી 5ની સંપૂર્ણ અમલ, અન્ય જાતિના અપાયેલા ખોટા પ્રમાણપત્ર રદ કરવા સાથે ભારત માલા કોરિડોર જેવા પ્રોજેક્ટ રદ  કરવા અને આદિવાસી વિસ્તારમાં આદિવાસીની જમીન માં થતા ખનનો અટકાવવા ની માંગ કરી હતી કરી હતી.

આ ડિબેટ માંથી આદિવાસી લોકો પહોંચી જતા ભાજપ અને કોંગ્રેસના સમર્થકો ઊભી પૂંછડીયે ભાગ્યા હતા.

આદિવાસીઓએ ચોકીદાર ચોર હૈ, જય જોહાર કાનારા હે ભારત દેશ હમારા હૈ,  એક તિર એક કમાન આદિવાસી એક સમાન જેવા સૂત્રોચાર કરવામાં આવ્યા હતા.

આદિવાસી સમાજે નેતા ઓં ને કેમ ભગાડ્યા? જાણો ! દાહોદ કિસ્સો ગરમ

આદિવાસી સમાજે નેતા ઓં ને કેમ ભગાડ્યા? જાણો ! દાહોદ કિસ્સો ગરમ

Posted by Myadivasi on Wednesday, March 27, 2019

SHARE WITH LOVE
 • 437
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  437
  Shares

Leave a Reply

Your email address will not be published.