5 સપ્ટેમ્બરે કેમ મનાવાય છે શિક્ષક દિવસ, કોણ હતા સર્વપલ્લી રાધાકૃષ્ણ?

SHARE WITH LOVE
 • 13
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  13
  Shares

ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ આજે એટલે કે 5 સપ્ટેમ્બરના રોજ ભારતમાં શિક્ષક દિવસ રૂપે મનાવવામાં આવે છે. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ દક્ષિણ ભારતના તિરુતનિ સ્થળે થયો હતો જે ચેન્નઈથી 64 કિમી ઉત્તર-પૂર્વમાં છે. સર્વપલ્લી રાધાકૃષ્ણન આપણા દેશના બીજા રાષ્ટ્રપતિ હતા. રાજકારણમાં આવતા પહેલા તેમણે પોતાના જીવનના 40 વર્ષ અધ્યયને આપ્યા હતા. સર્વપલ્લી રાધાકૃષ્ણનનુ માનવુ હતુ કે શિક્ષક વિના વ્યક્તિ ક્યારેય પણ મંઝિલ સુધી ન પહોંચી શકે એટલા માટે વ્યક્તિના જીવનમાં એક શિક્ષકનુ હોવુ ખૂબ જરૂરી છે.

Teachers day 2019: 5 સપ્ટેમ્બરે કેમ મનાવાય છે શિક્ષક દિવસ?
ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનનો આજે જન્મદિવસ

ભારત રત્નથી સમ્માનિત ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનને શિક્ષકોને સમ્માન આપવા માટે પોતાના જન્મદિવસને શિક્ષક દિવસ રૂપે મનાવવાની વાત કરી હતી એટલા માટે ભારતમાં 5 સપ્ટેમ્બરે શિક્ષક દિવસ તરીકે મનાવવામાં આવે છે. વિશ્વના બીજા દેશોમાં આ તિથિઓ અલગ અલગ છે.

Teachers day 2019: 5 સપ્ટેમ્બરે કેમ મનાવાય છે શિક્ષક દિવસ?
શિક્ષક દિવસ

તમને જાણીને નવાઈ લાગશે કે યુનેસ્કોએ અધિકૃત રીતે 1994માં શિક્ષક દિવસ મનાવવા માટે 5 ઓક્ટોબરનો દિવસ પસંદ કર્યો. એટલા માટે હવે વિશ્વના 100થી પણ વધુ દેશો આ દિવસને શિક્ષક દિવસ તરીકે મનાવે છે.

Teachers day 2019: 5 સપ્ટેમ્બરે કેમ મનાવાય છે શિક્ષક દિવસ?
ડૉ. રાધાકૃષ્ણન આખા વિશ્વને વિદ્યાલય માનતા હતા…

ડૉ. રાધાકૃષ્ણન આખા વિશ્વને એક વિદ્યાલય માનતા હતા. તેમનુ માનવુ હતુ કે શિક્ષણ દ્વારા જ માનવ મસ્તિષ્કનો સદુપયોગ કરવામાં આવી શકે છે. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન ભારતના પહેલા ઉપ રાષ્ટ્રપતિ, બીજા રાષ્ટ્રપતિ, મહાન દાર્શનિક, શ્રેષ્ઠ શિક્ષક, સ્કૉલર અને નેતા હતા. રાધાકૃષ્ણને એક ઉત્તમ શિક્ષાણવિદ હતા અને રાષ્ટ્રનિર્માણ કરવા માટે યુવાનોને તૈયાર કરવા માટે સમર્પિત હતા.

Teachers day 2019: 5 સપ્ટેમ્બરે કેમ મનાવાય છે શિક્ષક દિવસ?
સર્વોચ્ચ નાગરિક સમ્માન ભારત રત્નથી નવાઝવામાં આવ્યા

રાધાકૃષ્ણન 1931માં બ્રિટિશ સામ્રાજ્ય દ્વારા ‘સર’ની ઉપાધિ આપવામાં આવી હતી પરંતુ આઝાદી બાદ તેમનુ ઔચિત્ય ડૉ. રાધાકૃષ્ણન માટે સમાપ્ત થઈ ચૂક્યુ હતુ. જ્યારે તે ઉપરાષ્ટ્રપતિ બની ગયા તો સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે 1954માં તેમને તેમની મહાન દાર્શનિક તેમજ શૈક્ષણિક ઉપલબ્ધિઓ માટે દેશનું સર્વોચ્ચ અલંકાર ‘ભારત રત્ન’ આપ્યુ.


SHARE WITH LOVE
 • 13
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  13
  Shares

Leave a Reply

Your email address will not be published.