દહેજની યશસ્વી રાસાયણ કંપનીમાં કામદારોના મોત કેમ થયાં, વાંચો વાગરાના ભાજપના ધારાસભ્યએ શું ના કહયું

SHARE WITH LOVE
 • 174
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  174
  Shares

દહેજ જીઆઇડીસીમાં આવેલી યશસ્વી રસાયણ કંપનીમાં કેમિકલ રીએકશન થવાના કારણે ટાંકી ધડાકાભેર ફાટી હતી. આ ઘટનામાં 10 કામદારોના મોત થયાં છે જયારે 74થી વધારે ઘાયલ થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. દુઘર્ટનામાં ઘવાયેલાં કામદારોને તાત્કાલિક પ્રાથમિક સારવાર નહિ મળતાં મૃત્યુઆંક વધ્યો હોવાની કબુલાત વાગરાના ભાજપના ધારાસભ્ય અરૂણસિંહ રણાએ કરી છે.

દહેજ જીઆઇડીસીમાં 300થી વધારે ઉદ્યોગો ધમધમી રહયાં છે ત્યારે રોજબરોજ ઔદ્યોગિક અકસ્માતના બનાવો બનતાં રહે છે. યશસ્વી રસાયણ કંપનીમાં થયેલાં ધડાકા બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. આગમાં બચી ગયેલાં કેટલાય કામદારો દાઝેલી હાલતમાં કંપનીના ગેટની બહાર દર્દથી કણસતા હોય તેવા વિડીયો વાયરલ થયાં હતાં. આ ઘટનામાં ઘવાયેલા કામદારોને સારવાર માટે ભરૂચ ખસેડવાની ફરજ પડી હતી. વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાએ દહેજમાં કામદારોની સારવાર માટે હોસ્પિટલનો પ્રશ્ન ઉઠાવ્યો છે. તેમણે મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, દહેજમાં કામદારોને સારી સુવિધા અને સારવાર મળી શકે તેવી એક પણ હોસ્પિટલ નથી. દહેજની યશસ્વી રસાયણ કંપનીમાં બનેલી ઘટનામાં ઘણા કામદારો બચી શકે તેમ હતાં પણ તેમને સારવાર માટે છેક ભરૂચ સુધી ખસેડવાની ફરજ પડી હતી. સારવારમાં વિલંબ થવાના કારણે તેમના મોત થયા હોવાનું મારૂ માનવું છે. દહેજમાં મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ તથા આધુનિક સુવિધાઓથી સજજ ફાયર સ્ટેશન બનાવવામાં આવે તેવી સરકાર સમક્ષ મારી માંગણી છે. Source

પરંતુ,

શું પર્યાવારના ની મંજુરી મેળવી હતી? આટલું સ્ફોટક માત્રામાં કેમિકલ કેમ રખાયું ? જોકે આવી ઘણી બાબતો પર તેમને ભાર મુક્યો નથી ..

જોકે કંપનીમાં સળગેલા લોકોની હાલત જોતા મોટામાં મોટી આધુનિક હોસ્પિટલ પણ મરેલાને જીવિત કરી શકે.?

પૂર્વ મુખ્ય મંત્રી એ થોડા દિવસ પેહલા મુલાકાત લીધી તે સમયે પ્રસાસન પર ગંભીર આક્ષેપ કર્યા હતા. જેમકે

 • આખો ભરૂચ જીલ્લો ગેસચેમ્બર પર ઉભો છે ગમે ત્યારે બ્લાસ્ટ થાય અને લોકોના જીવ જાય
 • તત્રનું મિલીભગત તું ભયંકર મોટું કરપ્સન ભરૂચ જીલ્લા વહીવટી તત્ર દ્વારા થઇ રહ્યું છે.
 • પોલ્યુસન કટ્રોલ બોર્ડ , ફેક્ટરી ઇન્સ્પેક્ટર વગેરી ની મિલીભગત છે.
 • કેમિકલ લાઇસન્સ X નું હોય અને Y બને છે
 • બિરલા કોપર માં તો ૧૫ દિવસે એક માણસ મરે છે એવા મને સમાચાર મળ્યા છે
 • હેઝાર્દસ કેમિકલ ની દુનિયામાં ભરૂચ જીલ્લો જીવી રહ્યો છે
 • લેબર લો નો કોઈ અમલ થતો નથી
 • આખું ભરૂચ જીલ્લાનું તંત્ર ચોપટ છે
જોકે આવી ઘણી બાબતો પર તેમને ભાર મુક્યો નથી ?


SHARE WITH LOVE
 • 174
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  174
  Shares