સ્ટેચ્યુ ઓફ યુનિટીની 1લી વર્ષગાંઠે ગરુડેશ્વરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરાશે?

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ 31 ઓક્ટોબર, 2018ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ લાખો લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ ચુક્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતા પ્રવાસીઓને કોઈપણ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે તંત્ર દ્વારા તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આ ઉપરાંત ટૂંક સમયમાં સી પ્લેનની સુવિધા પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થળ નજીક કરવામાં આવશે.

ત્યારે હવે આગામી 31 ઓક્ટોબર, 2019ના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણનું એક વર્ષ પૂર્ણ થશે. પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થળ એટલે કે ગરુડેશ્વરમાં એક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવશે અને તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપશે. કાર્યકર્મમાં હાજરી આપવાની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગરુડેશ્વર વિસ્તારને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરશે. 

હાલ ભારતમાં સાત કેન્દ્રશાસિત પ્રદેશ આવેલા છે. જેમાં દિલ્હી, ચંદીગઢ, દિવ-દમણ, દાદરાનગર હવેલી, પોંડિચેરી, અંદમાન નિકોબાર અને લક્ષદ્વીપનો સમાવેશ થાય છે. 31 ઓક્ટોબર, 2019 પછી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરાત પછી કેન્દ્રશાસિત પ્રદેશોમાં ગરુડેશ્વરનો પણ સમાવેશ કરવામાં આવશે.


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

Leave a Reply

Your email address will not be published.