સુરતને મળી SNZ સેન્ટરની પરવાનગી, માઇનિંગ કંપનીઓ હવે રફ ડાયમંડ સુરતમાં વેચી શકશે

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

સુરતને ડાયમંડ નગરી તરીકેનું બિરુદ આપવામાં આવ્યું છે કારણે સુરતના મોટા પ્રમાણમાં ડાયમંડનું ઈમ્પોર્ટ થાય છે અને ત્યારબાદ રફ ડાયમંડને ચમકાવવાનું કામ રત્નકલાકારો દ્વારા કરવામાં આવે છે. સુરતના હીરા ઉદ્યોગના કારણે લાખો લોકોને રોજગારી મળી રહી છે પરંતુ હવે સુરતને ડાયમંડ નગરી તરીકે મળેલું બિરુદ ફળીભૂત થયું છે. આ કહેવાનું કારણ એ છે કે, ઈચ્છાપોર ખાતે જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા તૈયાર કરવામાં આવેલા સુરત ઈન્ટરનેશનલ ડાયટ્રેડ સેન્ટરને SNZ(સ્પેશિયલ નોટીફાઈડ ઝોન) તરીકેની પરવાનગી મળી ગઈ છે.

એક રિપોર્ટ અનુસાર સપ્ટેમ્બર મહિનામાં કસ્ટમ વિભાગ દ્વારા SNZ સેન્ટરનું ઇન્સ્પેકશન કરવામાં આવ્યું હતું. જેને 31 ઓક્ટોબરના રોજ મીનીસ્ટ્રી ઓફ ફાયનાન્સના સર્ક્યુલર નંબર 451/13/2015 અનુસાર સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈન્ડાયરેક્ટ ટેક્સિસ અને કસ્ટમની પરવાનગી સાથે સુરત ઈન્ટરનેશનલ ડાયટ્રેડ સેન્ટરને SNZ(સ્પેશિયલ નોટીફાઈડ ઝોન) તરીકેની સ્થાપવાની પરવાનગી આપવામાં આવી હતી. જેથી સુરતને સચિન GIDC પાસે એક અને ઇચ્છાપોર નજીક બીજું એમ બે નોટિફાઇડ ઝોન મળી ચૂક્યા છે. SNZની સરકાર તરફથી મંજૂરી મળવાના કારણે હવે સુરતના હીરાના ઉદ્યોગકારો એર કાર્ગો થકી સુરતમાં જ રફ ડાયમંડનું ઈમ્પોર્ટ કરી શકશે.

SNZ સેન્ટરમાં નાના SME કક્ષાના ઉદ્યોગકારો હીરાના ઈમ્પોર્ટ, ટ્રેડીંગ અને રી-એક્સપોર્ટ સેવાની લાભ લઇ શકશે. સુરતની વાત કરવામાં આવે તો સુરતમાં કુલ 6,500 કરતા વધારે હીરાના નાના મોટા એકમો છે અને આ એકમોમાંથી માત્ર ગણતરીના એકમો જ DTCના સાઈટ હોલ્ડર છે અને ગણતરીના ઉદ્યોગકારો જ આફ્રિકાની કેટલીક સરકારી માઈન્સની સાથે સાથે રશિયા, બેટ્સવાના અને દુબઈથી હિરાની ખરીદી કરી શકતા હોય છે પરંતુ હવે SNZ સેન્ટરને પરવાનગી મળવાના કારણે નાના નાના એકમ ધારકો પણ હીરાનું ટ્રેડીંગ કરી શકશે.

ઉલ્લેખનીય છે કે, સુરતમાં હીરાના ઈમ્પોર્ટની વાત કરવામાં આવે તો વર્ષ 2018ના આંકડાઓ અનુસાર 18,889 US મિલિયન ડોલરનું ઈમ્પોર્ટ રફ હીરાનું થયું હતું અને ગુજરાત ડાયમંડ બુર્સના આંકડાઓ અનુસાર ઓગસ્ટ 2019 સુધીમાં 18,041.21 કરોડના રફ ડાયમંડનું ઈમ્પોર્ટ થયું હતું. 


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

Leave a Reply

Your email address will not be published.