आरक्षण क्या हे?

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

स्व. अनिलभाई जी जो के सह मंत्री थे उनके विचारोसे

*સ્વ. અનિલભાઈ વસાવા:- આરક્ષણ પર લેખ.*
👇👇👇👇👇👇

🏹આરક્ષણ શું છે? શા માટે ભારત માં આરક્ષણ આપવામાં આવ્યું? તેની પાછળ ના કારણો શું છે એ પહેલા જાણવા જોઈએ ત્યાર બાદ તેનો વિરોધ કે સમર્થન કરી શકાય બાકી તો કોપી પેસ્ટ કરતાં તો બધાને આવડે છે.

🏹 *આરક્ષણ એટલે શું ?.*

આ પ્રશ્ન ના જવાબ માટે સૌ પ્રથમ તો ઇતિહાસમાં ડોકિયું કરવું આવશ્યક છે. બ્રિટિશરોનાં આગમન પહેલા ભારતમાં નાના મોટા રાજા રજવાડાઓ, મુઘલો અને સુલતાનોનાં રાજ ચાલતા હતા. આ સમય દરમિયાન દલિતો, આદિવાસીઓ તથા અન્ય પછાત જાતિઓની સ્થિતિ ખુબજ દયનીય હતી અને નોકરીથી લઈને દેશનાં સંસાધનો, જમીન, ઝવેરાત પર તેમની માલિકી નહિવત હતી કારણ કે હિન્દુ ધર્મની જાતિ પ્રથાનાં કારણે લગભગ ૩૫૦૦ વર્ષ સુધી તેઓ ધન (સોનું, ચાંદી, રૂપિયા) નો સંચય પણ કરી શકતા ન હતા તેઓ ખેત મજૂરી કરતાં હતા પણ જમીનની માલિકી તેમના હાથમાં ન હતી. અરે તેમને તો કૂવા, નદી, નાળા કે તળાવમાં પાણી પીવાનો પણ અધિકાર ન હતો, કપડાં પણ પૂરા પહેરવાનો અધિકાર ના હતો. આ બધા કારણો સર હજારો વર્ષોનાં અત્યાચારનાં કારણે બ્રામણ, વૈશ્ય અને રાજપૂતની તુલનામાં તેમની પરિસ્થિતી ખુબ જ ખરાબ હતી. ઉપરાંત હિન્દુ ધર્મની જાતિ વ્યવસ્થાનાં કારણે તેમને શિક્ષણ મેળવવાનો પણ અધિકાર ન હતો.

🏹 આ દેશ પર કોઈ એક જાતિ કે સમુદાયનો હક્ક નથી આઝાદીની લડાઈમાં દલિતો અને આદિવાસીઓ અગ્રેસર હરોળમાં અંગ્રેજ સામે લડ્યા હતા.
દલિતો અને આદિવાસીઓની પરિસ્થિતીમાં સુધારો લાવવા માટે દેશનાં સંવિધાન નિર્માતાઓ કે જેને આપણે દેશનાં Founder Fathers કહીયે છીએ જે પૈકી નાં બાબાસાહેબ આંબેડકર મુખ્ય હતાં તેમને આરક્ષણ થકી દલિતો અને આદિવાસીઓને વર્ષોની ગુલામીમાંથી આઝાદ થવાની તક પૂરી પાડી.
ભારતનાં બંધારણમાં ત્રણ પ્રકારનાં આરક્ષણ એટલે કે પ્રતિનિધિત્વની જોગવાઈ છે ૧.રાજકીય ૨.શૈક્ષણિક અને
૩. નોકરી (રોજગારી). આરક્ષણ એ પછાત સમુદાયો કે જેઓનું આઝાદી સમયે આ ત્રણે ક્ષેત્રોમાં પ્રતિનિધિત્વ ન હતું તેમણે પ્રતિનિધિત્વ પૂરું પાડવામાં આવ્યું હતું. અંગ્રેજો જતાં રહ્યા હોત આઝાદી મળી હોત પરંતુ જો આરક્ષણ ના હોત તો દલિતો અને આદિવાસીઓ હજી ગુલામીમાં જ જીવતા હોત એમાં કોઈ બે મત નથી.

૨.શૈક્ષણિક
અને
૩. નોકરી (રોજગારી). આરક્ષણ એ પછાત સમુદાયો કે જેઓનું આઝાદી સમયે આ ત્રણે ક્ષેત્રોમાં પ્રતિનિધિત્વ ન હતું તેમણે પ્રતિનિધિત્વ પૂરું પાડવામાં આવ્યું હતું. અંગ્રેજો જતાં રહ્યા હોત આઝાદી મળી હોત પરંતુ જો આરક્ષણ ના હોત તો દલિતો અને આદિવાસીઓ હજી ગુલામીમાં જ જીવતા હોત એમાં કોઈ બે મત નથી.

🏹 *શા માટે ભારત માં આરક્ષણ આપવામાં આવ્યું?*

ભારત પ્રજાતાંત્રિકની સાથે સાથે જાતિવાદી દેશ છે એ પણ સ્વીકારવું જ રહ્યું. ભારતમાં જાતિવાદનાં મૂળિયાં ખુબજ ઊંડે સુધી ઉતરેલા છે એ પણ હકીકત છે એકવીસમી સદીમાં પણ ભારત જાતિવાદમાં જીવી રહ્યો છે તેનું કારણ જ વર્ષોથી ચાલ્યું આવતું જાતિપ્રથાનું જડ અમલીકરણ છે.
આજે પણ કહેવાતા સભ્ય સમાજનાં, મુક્ત વિચારધારાનાં, વિકાસશીલ લોકો પણ નાતજાતનાં વાડા છોડી શકતા નથી.

શા માટે આરક્ષણ અનિવાર્ય બન્યું તેનું જીવતું જાગતું ઉદાહરણ એટલે ડૉ. બાબાસાહેબનું જીવન ચરિત્ર છે. બાબાસાહેબ પાસે ઉચ્ચ શિક્ષણ હતું અર્થશાસ્ત્ર, કાયદા, સમાજશાસ્ત્ર અને ઇતિહાસમાં તેમની તોલે કે સમકક્ષ આવી શકે તેવું કોઈ હતું નહીં તો પણ તેઓએ જ્યારે સ્ટોક બ્રોકિંગનો ધંધો શરૂ કર્યો કે વકિલાત શરૂ કરી તો તેમની પાસે કોઈ ગ્રાહક આવતું ન હતું કારણ કે તેઓ દલિત હતા, અછૂત હતા અને વડોદરામાં જ્યારે મહારાજા ગાયકવાડે નોકરી આપી તો ત્યાંથી પણ જાતિવાદનાં કારણે નોકરી છોડવી પડી હતી.
જો બાબાસાહેબની પરિસ્થિતી આવી હતી તો અન્ય સામાન્ય દલિત અને આદિવાસીનાં જીવન કેવું હશે તે તો કલ્પના બહારની વસ્તુ છે.

મિત્રો આજે જે દલિતો અને આદિવાસીઓને જે આરક્ષણ પ્રાપ્ત છે એ કોઈ ભીખ નથી પણ તેમનો અધિકાર છે અને ૩૫૦૦ વર્ષનાં અત્યાચારનો બદલો કઈ ૭૦ વર્ષ માં ના વાળી શકાય. જ્યારે કોઈ દલિત અને આદિવાસી આરક્ષિત સીટ વગર વિધાન સભા અને લોકસભામાં ચૂંટાશે, આરક્ષણ વગર ડોક્ટર, એન્જિનિયર, આઇએએસ, આઇપીએસ બનશે ત્યારે જ એટલે કે તેઓ જ્યારે સ્વતંત્ર રીતે પોતાનું પ્રતિનિધિત્વ કરવા સક્ષમ બનશે ત્યારે જ આરક્ષણ દેશમાંથી હટાવી શકાશે. આરક્ષણનાં લાભ માંડ હજી એક બે પેઢી સુધી પહોચ્યા છે ત્યારે સેંકડો પેઢીઓથી ધાર્મિકતાની આડમાં પોતે આરક્ષણ લઈને બેઠેલા સમાજનાં પેટમાં તેલ રેડાય છે તો બંધુત્વની ભાવના કઈ રીતે દેશમાં ઊભી થશે?.

🏹 આરક્ષણથી અમે કંઈ તમારી થાળીમાંથી તમારો રોટલો પડાવી લીધો નથી પણ અમારા ભાગનો રોટલો જે તમે આઝાદી પહેલા ખાઈ જતાં હતા તે અમારી પાસે બંધારણ થકી આવ્યો છે માટે તમે એમ વિચારો કે મારી નોકરી કે મારી ડિગ્રી કે મારી રાજકીય કારકિર્દી આરક્ષણ વાળા છીનવી ગયા તો ખરેખર એ સાચી બાબત નથી એ તો ભાઈ અમારો હક્ક છે જે ભારતીય બંધારણે અપાવ્યો છે.

હજી પણ મિત્રો આ મુદ્દે કોઈ સ્પષ્ટતા કરવી હોય કે ચર્ચા કરવી હોઈ તો તે માટે પણ હું મુક્ત મને ચર્ચા કરવા તૈયાર છું અને તે પણ ભાઇચારાની ભાવના સાથે.

આભાર,
સ્વ. અનિલ વસાવા,

( કમનસીબે તેઓ આજે આપણી વચ્ચે હયાત નથી.)
👆👆👆👆👆👆
અન્ય ગ્રુપમાં આરક્ષણ મુદ્દે બિન આદિવાસીઓને આપેલો જવાબ.
🏹🏹🏹🏹🏹🏹


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

Leave a Reply

Your email address will not be published.