દેવમોગરા યાહમોગી માતા ની બાધા વિશે શું કહે છે ગણપત વસાવા? જુવો

SHARE WITH LOVE
 • 409
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  409
  Shares

દેશભરમાં લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે અત્યારે દરેક પાર્ટીમાં માહોલ ગરમાયો છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા બારડોલી કાર્યલયમાં, બારડોલી સુરત અને તાપી ના આગેવાનો ની  સંયુક્ત મિટિંગ થઈ હતી અને મિટિંગમાં ગુજરાત સરકારના ભાજપાના મંત્રી શ્રી ગણપતભાઇ વસાવાએ મીટીંગ ને સંબોધી હતી.

આ મિટિંગમાં સર્વ કાર્યકર્તાઓને સંબોધતા એમના પ્રવચનમાં એમને જણાવ્યું હતું કે પહેલા શ્રી મોદી સાહેબ કાર્યક્રમમાં આવવાના હતા ત્યાર બાદ શ્રી વિજયભાઈ રૂપણી આવવાના હતા આવા બધા ઘણા કારણોને લઈને અને સાથે સાથે સિંચાઈ નો મોટો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો એના કારણે બારડોલી, સુરત અને તાપી મત વિસ્તાર માં કામગીરી થઈ નથી અને હવે સમયનો અભાવ થયો છે

PM અને CM ના કારણે ચુટણી પ્રચાર માટે સમય નો અભાવ

PM અને CM ના કારણે ચુટણી પ્રચાર માટે સમય નો અભાવ, – બારડોલી સુરત તાપી માં

Posted by Myadivasi on Thursday, March 21, 2019

જેથી  ગણપતભાઈ વસાવા નું કહેવું છે કે બારડોલી તાપી અને સુરત માં મુરતિયાઓ ને મંદિરમાં લઇ જવાની જરૂર નથી.

ચુંટણીના મુરતિયા ને મંદિરમાં લય જવા નહિ

ચુંટણીના મુરતિયા ને મંદિરમાં લય જવા નહિ એવું કેવું છે ગણપત વસાવા નું

Posted by Myadivasi on Thursday, March 21, 2019

બાધાઓ લેવાની જરૂર નથી અને જોબાધા લેવી હોય તો તમારા પૈસે લેજો


મારી ઘણી વિધાનસભાના ઇલેક્શનમાં દેવમોગરા ની બાધા ઓમાં મેં મારા ઘણા પૈસા ગુમાવ્યા છે.


દેવમોગરા યાહમોગી માતા ની બાધા વિશે જુવો ગણપતભાઈશું કહે છે

દેવમોગરા યાહમોગી માતા ની બાધા વિશે જુવો ગણપતભાઈશું કહે છે

Posted by Myadivasi on Thursday, March 21, 2019

સુરત અને તાપી જિલ્લા સમાવિષ્ટ ર૩ બારડોલી (એસ.ટી.અનામત) લોકસભા બેઠક માટે ૧૧ ઉમેદવારોની રજૂઆત થઈ હતી. જેમાં વર્તમાન સાંસદ પરભુ વસાવાની સામે વર્ષ ર૦૦૯માં હારેલા રીતેષ વસાવા અને જિલ્લા ભાજપનાં મહામંત્રી મહેશ વસાવાની પત્ની હેમલત્તા વસાવા સહીતનાં નામો રજૂ થયા હતા.

સાથે સાથે કોંગ્રેસ માંથી તુષાર ચોધરીને ટીકીટ મળીના સમાચાર મળી રહ્યા છે.

અત્યારે જયારે આદિવાસી આંદોલનો રૂઢીવાદી ગ્રામ સભા, ભારત માળા પ્રોજેક્ટ અને કોરીડોર જેવા વિષયોપર ઘણી આદિવાસી મુમેન્ટ ચાલી રહી છે, જેમાં ગુજરાત ની ભાજપા સરકાર આદિવાસી સમાજ ને રીઝવવા માં ના કામિયાબ રહી છે.

આવા સમય માં આદિવાસી સમાજ ના કુળ દેવી મનાતા દેવમોગરા માતા ની બાધા કરોડો પતિ એવા સીનીયર કેબીનેટ મંત્રી ગણપત વસાવાને મોઘી-ભારે પડી એવા એમના નિવેદન ને લય તે આદિવાસી સમાજ ને ઠેસ પોચી છે અને આ એમનું નિવેદન ચર્ચાનો વિસય બન્યો છે.

સાથે સાથે પોતાની નબળી કામ ગીરી ના ટોપલા શ્રી નરેદ્ર મોદી અને શ્રી વિજય રૂપણી ઉપર મંત્રી શ્રી ગણપત વસાવા ઠાલવી રહ્યા છે એવી વાતો ભાજપા વર્તુળ માં છે એમ જાણવા મળેલ છે.


SHARE WITH LOVE
 • 409
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  409
  Shares

Leave a Reply

Your email address will not be published.