અનંત પટેલે લોકસભાના ઇલેક્શનમાં ભાગ લેવો જોઈએ?

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

અનંત પટેલે લોકસભાના ઇલેક્શનમાં ભાગ લેવો જોઈએ? અનંત પટેલ પોતાના સમાજ માટે એટલે કે આખા આદિવાસી સમાજ માટે ઘણા સમયથી આંદોલનો ચલાવી રહ્યા છે. ગ્રામસભા, ભારત માલા પ્રોજેક્ટ જેવા ઘણા બધા મુદ્દાઓ છે જેના ઉપર અનંત પટેલ આદિવાસી સમાજ માટે ની ચળવળો ઘણી જોશમાં ચલાવી છે, અને તેમનું માન અને સન્માન આદિવાસી સમાજમાં પણ ઘણું આગળ પડતું છે તો અત્યારે થઇ રહેલા ૨૦૧૯ ના લોકસભાના ઇલેક્શનમાં એમને ભાગ લેવો જોઈએ?

અનંત પટેલ જ્યારે મંચથી કહેતા આવ્યા છે કે મારે કોઇ પક્ષ સાથે લેવા દેવા નથી પણ મારો સમાજ મારા માટે સૌથી પહેલો છે તો આ સમાજ ના આગેવાને પોતાના સમાજ માટે મહેનત કરવી જોઈએ અને આગળ આવવું જોઈએ

સમાજ અનંત પટેલ પાસે થોડું વધારે જ માગી રહ્યો છે જ્યારે સમાજમાં બધાને ખબર છે કે અનંતભાઈ ના પુત્રીનું થોડા દિવસો પહેલાં જ અવસાન થયું છે પ્રભુ એમની પુણ્ય આત્માને શાંતિ અર્પે.

અનંતભાઈ  દુ:ખ સહન કરીને પણ સમાજના હિત માટે લોકસભામાં આગેવાની કરવા માટે ની તૈયારી બતાવવી જોઈએ એવી સમાજ ની માંગણી છે તેવી વાતો સમાજમાં પ્રસરી રહી છે.

જય આદિવાસી જય જોહર

આદિવાસી સમાજના યુવા નેતા શ્રી અનંતભાઈ પેટલ(MLA)નો આ વિડિઓ આદિવાસી સમાજના દરેક યુવાનો એ જોવો જ જોઈએ.

Posted by પાક્કો આદિવાસી ઉમરપાડા તાલુકા on Tuesday, March 19, 2019

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

Leave a Reply

Your email address will not be published.