બારડોલી : પ્રભુ વસાવા આદિવાસી ?કે કેહવાના આદિવાસી?c

SHARE WITH LOVE
 • 807
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  807
  Shares

2007 અને 2012 એમ સળંગ બે ટર્મ માટે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જીતનારા પ્રભુભાઈ વસાવાને મોદી લહેરનો લાભ મળ્યો અને 2014 માં લોકસભા જીત્યા છે.

હવે પાછું ૨૦૧૯ નું લોકસભાનું ઈલેક્શન આવ્યું છે ત્યારે પ્રભુ વસાવા પોતાના આદિવાસી સમાજ પાસે અને પોતાના મત વિસ્તાર ના લોકો પાસે પાછા મતો ની રાજનીતિ કરવા નીકળ્યા છે.

,૪૫,૬૪૨ આદિવાસી મત બારડોલી લોકસભા મત વિસ્તાર માં છે, આ આદિવાસી મતો પાર્ટીઓં અને કથિત આદિવાસી નેતા ઓં માટે સરળ શિકાર છે, આદિવાસી સમાજ ના લોકોને છેતરવા ઘણા સેહલા છે, તેવું અત્યાર સુધી તેઓ માનતા આવે છે.

આ લોકોને આપણે સમાજ ના હિત માટે  ઓળખવા જ રહ્યા, શું કર્યું છે? અત્યાર સુધી આમને આપણા આદિવાસી સમાજ ના હિતમાં? સમાજ ની જરૂરિયાત કે સમાજ ની તકલીફો માટે… તેમને સમાજ માટે કશું કર્યું છે ખરું…….?

બારડોલી મતવિસ્તારમાં આદિવાસીઓમાં વસાવા, ગામીત અને ચૌધરી એ ત્રણ જ્ઞાતિઓના મતદારોની સંખ્યા લગભગ સરખી છે. આ જ્ઞાતિઓ પૈકી ચૌધરી આદિવાસીઓનો પહેલાં પ્રભાવ વધારે હતો પણ ધીરે ધીરે એ પ્રભાવ ઘટ્યો છે અને હવે વસાવા સમાજ પ્રભાવી બન્યો છે. ભાજપે વસાવા આદિવાસીઓમાં ઘૂસણખોરી કરી છે.

માંડવી, માંગરોળ અને બારડોલી આ વિધાનસભા મતવિસ્તારોમાં વસાવા મતદારો વધારે છે. મહુવામાં ચૌધરી વધારે છે જ્યારે વ્યારા, નિઝર અને બારડોલીમાં ગામીત તથા ચૌધરી વધારે છે. વસાવા અને ગામીત આદિવાસીઓને એકબીજા સાથે બહુ ફાવતું તેથી વરસોથી ગામીત અને ચૌધરીઓ સાથે હોય છે.

બારડોલી અને કામરેજ વિસ્તારમાં હળપતિ અને આદિવાસીઓની વસતી નોંધપાત્ર છે.

આદિવાસી સમાજ ના ટુકડા કરી બારડોલી મત વિસ્તાર માં રાજનીતિ ના રોટલાજ સેકવામાં આવ્યા છે. કેમ એમનાથી એવો પ્રયત્ન નથી થયો કે આખા સમાજ ને ભેગો કરવો જોયીએ સંગઠિત કરવો જોવે અને સમાજ માટેના મુખ્ય મુદ્દા ને સરકાર માં રજુ કરવા જોવે.

આદિવાસી સમાજ ના મુખ્ય મુદ્દા ઓં પર આજ સુધી કશું બોલીશક્યા નથી સમાજ તેમને સ્વીકારશે નય

ગેર આદિવાસી ને અપાયેલા આદિવાસી લોકોના ખોટા પ્રમાણપત્રો

ફોરેસ્ટ એક્ટ

આદિવાસી જમીનમાં ચાલી રહેલા ખનન અને ખાણો

સરદાર સરોવર પ્રોજેક્ટ

સ્ટેચ્યુ ઓફ યુનિટી

ભારત માલા પ્રોજેક્ટ

આદિવાસી વિસ્તારમાં શિક્ષણનો અભાવ

આદિવાસી વિસ્તારોમાં સુવિધાઓનો અભાવ

આદિવાસી લોકો સાથે થતી ગેરરીતિઓ

પેસા એક્ટ

અનુસૂચિ 5 અને 6

હવે જયારે પણ આ નેતા ઓંનો ભેટો થાય ત્યારે આ સવાલો એમને જરૂર થી પુછવા, કે આદિવાસી સમાજ માટે તમે શું કર્યું છે અત્યાર શુધી?

આદિવાસી સમાજ હવે જાગી ચુક્યો છે, પાર્ટી અને એમના પાળેલા પોપટ ની ચાલોમાં નય ફસાતા આવા કથિત આદિવાસી સમાજ ના આગેવાનો અને નેતાઓં રૂપી પોપટોને ઉડાવી દેશે.

જય આદિવાસી, જય જોહર


SHARE WITH LOVE
 • 807
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  807
  Shares

Leave a Reply

Your email address will not be published.