ભરૂચ: મનસુખભાઈ વસાવા આદિવાસી ?કે કેહવાના આદિવાસી?

SHARE WITH LOVE
 • 2.3K
 • 254
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  2.5K
  Shares

૨૦૧૪ ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જીતનારા મનસુખભાઈ વસાવાને મોદી લહેરનો લાભ મળ્યો અને ૨૦૧૪  માં લોકસભા માં આદિવાસી સમાજે સમાજ ના હિત માટે તેમને જીતાડ્યા હતા. પરંતુ આખા આદિવાસી સમાજ માટે અને સ્થાનિક લોકોને  ભરૂચ ના સાંસદ દ્વારા કેટલો લાભ થયો

જોકે મનસુખ વસાવા એ જયારે ને ત્યારે લોકોના પ્રશ્નો માટે સરકાર સામે આવાજ ઉપાડ્યો છે, જેથી પાર્ટી ના સુપ્રીમો તેમની અવગણના કરતા હોય તેમ દેખાય છે. ચુંટણી ના પ્રચાર માટે પ્રદેશના મોટા માથા દેખાતા નથી તે જોતા તેવું લાગી રહ્યું છે.

પહેલા નજર કરીએ આદિવાસી સમાજે મનસુખભાઈ વસાવા ને  કેટલી વખત જીતાડ્યા છે અને કેટલો સાથ આપ્યો છે. જે ની વિગતો નીચે મુજબ છે

ભાજપમાં સક્રિય

અહીંથી તેમની સફર શરૂ થઈ અને, 1987માં ભાજપ માં વધુ સક્રિય થયા. ૧૯૯૪-૯૬ સુધી શ્રી મનસુખભાઈ વસાવા Member, Gujarat Legislative Assembly Deputy Minister, Government of Gujarat તરીકે જવાબદારી નિભાવી. તેમણે શિક્ષણની ગુણવત્તામાં સુધારો કરવા માટે પણ અથાગ પ્રયત્નો કર્યા હતા. તેઓ શિક્ષણ અને આરોગ્યની ક્ષિતિજો વિસ્તારવામાં પૂર્ણપણે જોડાયેલા હતા. નાનામાં નાના કાર્ય પ્રત્યે તેમનું સમર્પણ અને સાથી કાર્યકર્તાઓમાં પ્રાણનો સંચાર ફૂંકવાની તેમની ક્ષમતાએ તેમની રાજકીય પ્રગતિ ઝડપી બનાવી હતી.

૧૯૯૮ માં શ્રી મનસુખભાઈ વસાવા આદિવાસી સમાજ ની મદદ થી લોકસભા ઈલેક્શન જીત્યાં અને ૧૨મિ લોક સભા માં ભરૂચ જીલ્લામાં સાંસદ તરીકે ચુંટાયા.તેમની બૌદ્ધિક ક્ષમતા અને પક્ષના સર્વોચ્ચ નેતાઓ સાથે સંવાદિતતા અને નાનામાં નાના સામાન્ય કાર્યકર્તા સાથે સામીપ્ય થકી તેઓ પક્ષના વિકાસ માટે મજબૂત કડી બનીને ઉભરી આવ્યાં હતા. પક્ષની નીતિઓ અને રોજિંદી પરિસ્થિતિઓના ઊંડા જ્ઞાન અને આંતરિક બાબતો દ્વારા અને પ્રવક્તા તરીકે તેમની કુશળતા અને મુત્સદ્દીગીરી દ્વારા તેમણે અનેક સ્વરૂપો અને સમિકરણો બદલી કાઢ્યાં હતા.

 ૧૯૯૮-૯૯ માં પાર્લામેન્ટ ની લોકલ એરિયા ડેવેલોપમેન્ટ સ્કીમ ના સભ્ય પણ બન્યા હતા.

૧૩મિ લોકસભા

૧૯૯૯ માં શ્રી મનસુખભાઈ વસાવા લોકસભા ઈલેક્શન આદિવાસી સમાજ સાથે રેહાવાથી બીજી વખત જીત્યાં અને ૧૩મિ લોક સભા માં ભરૂચ જીલ્લામાં સાંસદ તરીકે ફરી ચુંટાયા.

૧૪મિ લોક સભા

૨૦૦૪ માં શ્રી મનસુખભાઈ વસાવા લોકસભા ઈલેક્શન દરમિયાન પણ આદિવાસી સમાજ સાથે રેહાવાથી ત્રીજી વખત જીત્યાં અને ૧4મિ લોક સભા માં ભરૂચ જીલ્લામાં સાંસદ તરીકે ફરી ચુંટાયા.

૧૫મિ લોક સભા

૨૦૦૯ માં શ્રી મનસુખભાઈ વસાવા લોકસભા માં પણ આદિવાસી સમજે સાથ આપ્યો અને ઈલેક્શન ચોથી વખત જીત્યાં અને ૧5મિ લોક સભા માં ભરૂચ જીલ્લામાં સાંસદ તરીકે ફરી ચુંટાયા.

૧૬મિ લોક સભા 

૨૦૧૪ માં શ્રી મનસુખભાઈ વસાવા લોકસભા દરમિયાન પણ આદિવાસી સમાજ સાથે રહ્યો અને ઈલેક્શન પાંચમી વખત જીત્યાં અને ૧૬મિ લોક સભા માં ભરૂચ જીલ્લામાં સાંસદ તરીકે ફરી ચુંટાયા..

કેન્દ્રીય પ્રધાન

૨૭ મે ૨૦૧૪ – ૫ જુલાઈ ૨૦૧૬ સુધી માનનીય શ્રી મનસુખભાઈ વસાવા એ રાજ્યના કેન્દ્રીય પ્રધાન તરીકે આદિજાતિ બાબતોના મંત્રાલય માં કામગીરી નિભાવી

સમાજ દ્વારા આટલી બધી વખત મનસુખ વસાવા ને મદદ કર્યા પછી પણ સમાજ ના હિતમાં મનસુખ વસાવા થી  કેટલા કામ કરાયા છે તે જાણવું રહ્યું.

હવે પાછું ૨૦૧૯ નું લોકસભાનું એલેક્તિઓન આવ્યું છે ત્યારે મનસુખ વસાવા પોતાના આદિવાસી સમાજ પાસે અને પોતાના મત વિસ્તાર ના લોકો પાસે પાછા મત લેવા માટે નીકળ્યા છે.

૫,૫૦,૦૦૦ આદિવાસી મત ભરૂચ લોકસભા મત વિસ્તાર માં છે, આ આદિવાસી મતો પાર્ટીઓં અને આદિવાસી નેતા ઓં માટે મેળવવા સરળ છે, આદિવાસી સમાજ ના લોકોને છેતરવા ઘણા સેહલા છે, તેવું અત્યાર સુધી તેઓ માનતા આવે છે.

આ લોકોને આપણે સમાજ ના હિત માટે  ઓળખવા જ રહ્યા, શું કર્યું છે? અત્યાર સુધી આમને આપણા આદિવાસી સમાજ ના હિતમાં? સમાજ ની જરૂરિયાત કે સમાજ ની તકલીફો માટે… તેમને સમાજ માટે કશું કર્યું છે ખરું…….?

ભરૂચ,જંબુસર,વાગરા,અંકલેશ્વર,દેડિયાપાડા,ઝગડિયા જેવા વિસ્તારોમાં આદિવાસી સમાજ ની સ્થિતિ શું છે? અને સરકાર પાસે થી કેટલા કામો કરાવ્યા છે?

પાર્ટી ઓં ને તો પાડેલા પોપટ જોવતા હોય છે જે પોતાના સુપ્રિમોના કેહવા પ્રમાણે ચાલ્યા કરે. અને આવા સમાજના નેતાઓ ને જાકારો આપવો પડશે સમાજ ના લોકોએ. તોજ સમાજ માં પરિવર્તન અને સમાજ નું ઉત્થાન થસે.

આદિવાસી સમાજ ના મુખ્ય મુદ્દા ઓં પર આજ સુધી બોલ્યા હશે પણ અત્યારે કેમ બંદ થય ગયા છે?

ગેર આદિવાસી ને અપાયેલા આદિવાસી લોકોના ખોટા પ્રમાણપત્રો

આદિવાસી જમીનમાં ચાલી રહેલા ખનન અને ખાણો

નર્મદા માં પાણી નો પ્રશ્ન

આદિવાસી વિસ્તારમાં મોબિલ ટાવર ના પ્રશ્નો

સ્થાનિક લોકોને કંપનીમાં રોજગારી ના પ્રશ્નો

લેન્ડ લુસર્સ ના પ્રશ્નો

સરદાર સરોવર પ્રોજેક્ટ

ફોરેસ્ટ એક્ટ

સ્ટેચ્યુ ઓફ યુનિટી

ભારત માલા પ્રોજેક્ટ

આદિવાસી વિસ્તારમાં શિક્ષણનો અભાવ

આદિવાસી વિસ્તારોમાં સુવિધાઓનો અભાવ

આદિવાસી લોકો સાથે થતી ગેરરીતિઓ

પેસા એક્ટ

અનુસૂચિ 5 અને 6

હવે જયારે પણ આ નેતા ઓંનો ભેટો થાય ત્યારે આ સવાલો એમને જરૂર થી પુછવા, કે આદિવાસી સમાજ માટે તમે શું કર્યું છે અત્યાર શુધી?

આદિવાસી સમાજ હવે જાગી ચુક્યો છે, પાર્ટી અને એમના પાળેલા પોપટ ની ચાલોમાં નય ફસાતા જે કથિત આદિવાસી સમાજ ના આગેવાનો અને નેતાવો છે,તેવા પોપટોને ઉડાવી દેશે.

જે સાચા આદિવાસી છે અને સમાજ ના હિત માં કામ કરે છે તેવા નેતા અને આગેવાનો ને સમાજ જરૂર થી સાથ આપશે.

જય આદિવાસી, જય જોહર


SHARE WITH LOVE
 • 2.3K
 • 254
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  2.5K
  Shares

Leave a Reply

Your email address will not be published.