ભરૂચ માં ભભૂકી આગ! બે આદિવાસી નેતા માં જાણો શું થયું?

SHARE WITH LOVE
 • 636
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  636
  Shares

કહેવત છે ને મોટા મોટા ની લડાઈ માં આદિવાસી સમાજ ના લોકોના છોતરા નીકળે.?

આદિવાસી સાંસદ શ્રી મનસુખભાઇ વસાવા અને ધારા સભ્ય શ્રી છોટુભાઈ વસાવા આ બંને આદિવાસી સમાજ ના મોટા આગેવાનો છે જેમના વચ્ચે અત્યારે વિવાદ ચાલી રહ્યો છે.

આદિવાસી સમાજ જ્યારે વર્ષોથી તકલીફો વેઠી રહ્યો છે અને પોતાના હકની લડાઈ લઢી રહ્યો છે ત્યારે આદિવાસી સમાજના જ મોટા નેતા ઓ વચ્ચે મનમોટાવ થાય એ યોગ્ય નથી.

આદિવાસી સમાજના મોટા નેતાઓ એકબીજાના સ્વમાનને ઠેસ પહોંચાડવા માં પડ્યા છે? એકબીજા પર આકરા પ્રહારો કરી રહ્યા છે પોતાની પાર્ટી અને પોતપોતાના માટે પોતાની વાત રજૂ કરી રહ્યા છે, ત્યારે આ આદિવાસી સમાજ જે વર્ષોથી કચડાયેલો અને દબાયેલો છે અને જેના ઉપર ઘણી બધી તકલીફો અત્યાર સુધી થઈ છે એવા આદિવાસી સમાજ વિષે કોણ વિચારશે?

માનનીય શ્રી છોટુભાઇ વસાવા કહે છે કે તેઓ સાંસદ શ્રી મનસુખ વસાવાને આદિવાસી માનતાજ નથી ત્યારે શ્રી મનસુખભાઈ વસાવા કહે છે કે હું છોટુભાઈને માનતો નથી . આ રીતે આદિવાસી સમાજ ના આગેવાનો માંજ અંગત પ્રશ્નો ઉભાથાય તો સમાજને નુકસાની થય સકે છે.

એક કેસે કે આ આશ્રમ શાળા ખરાબ અને એજ રીતે બીજા કેસે કે આ આશ્રમ શાળા ખરાબ. આ રીતે એક બીજા પર આક્ષેપ  થી શું ફાયદો? આ બધી વાત ને જોય ને બીજા લોકો મઝા લઇ રહ્યા છે.

અમારી આપ સૌને અને સમાજના દરેક આગેવાનો ને  દિલથી પ્રાર્થના છે કે આપ પોતાના અંગત લઢાઈઓ ના કારણે આદિવાસી સમાજની હોળી ન થવા દેશો , નઈતો આપની લડાઈઓ નો ફાયદો કોઈ બીજા લોકો ઉઠાવી શકે છે, આદિવાસી સમાજ ના આગેવાનો ની અંગત  લઢાઈઓના લીધે આદિવાસી સમાજને ઘણું ભોગવવું પડી શકે છે. આના વિષય ઉપર આદિવાસી સમાજના દરેકે દરેક આગેવાનો અને નેતા શ્રી એ વિચારવું જોઈએ.

માન્ય શ્રી છોટુભાઇ વસાવા આદિવાસી સમાજને સાથે લઈને ચાલે છે એ વાત સાચી છે અને તેને નકારી પણ ન શકાય એને બિરદાવવી જરૂરી છે, અને સાથે સાથે એ વાત પણ આપણાથી ન ભૂલી શકાય કે જ્યારે પાર્લામેન્ટમાં In House દેશના વડાપ્રધાન શ્રી ની હાજરીમાં મનસુખભાઈ વસાવા પોતાના આદિવાસી સમાજ માટે નો ઘણો મોટો વર્ષોથી ચાલતો આવતો પ્રશ્ન  “આદિવાસી સમાજ ના ખોટા પ્રમાણપત્રો” વિષે પાર્લામેન્ટમાં આદિવાસી સમાજ માટે ઉજાગર કર્યો  એ પણ એક મોટી વાત માનવી જોવે  એવું અમને લાગે છે.

જ્યારથી દેશ આઝાદ થયો ત્યારથી આદિવાસીના ખોટા પ્રમાણપત્રો લોકોને અપાતા આવ્યા છે પરંતુ અત્યાર સુધી ને વિધાનસભા કે સાંસદ સભા, પાર્લામેન્ટ માં વિશે પ્રશ્ન કોયે ઉઠાવ્યો નથી. આ પ્રશ્ન પાર્લામેન્ટ માં ઉઠાવ્યો એ એક વખત ઉઠાવ્યો હોય કે પાંચ વખત ઉઠાવ્યો એમાં  મહત્વની વાત એ છે કે પાર્લામેન્ટ ની અંદર આ પ્રશ્ન ઉઠ્યો છે એ વાત ને આપણે બિરદાવવું રહ્યું.

ઇતિહાસ ગવાહ છે કે જ્યારે પિતા-પુત્રનું માન સન્માન ન સાચવે અને પુત્ર પિતાનું માન સન્માન ન સાચવે ત્યારે મનભેદ અને ટકરાવ થાય છે, અને પિતા અને પુત્ર માં પણ શુદ્ધ થઇ જાય છે એ વાત હકીકત છે. અત્યારે વાત છે સમાજની આપ જેવા મોટા મોટા આદિવાસી સમાજ ના  આગેવાનોએ  સમજવું રહ્યું. કે જરૂરી શું છે?

આખો આદિવાસી સમાજ જે સમાજ તમારો છે તમારો પોતાનો છે, જે સમાજના તમે આગેવાનો અને વડીલો છો અને આખો સમાજ તમારા ઉપર વિશ્વાસ રાખીને  એક આસાની નજરથી જોઈને બેઠો છે. સમાજ ના હિત માં આપ બધા  પોતાના સ્વમાન અભિમાન ઘમંડ પાર્ટી બધુ ભૂલીને આદિવાસી સમાજ ના મુખ્ય મુદ્દા પર સાથે આવો તેવી આશા સમાજ માં છે.

મનસુખભાઈ ને કોઈ આવીને પૂછે છે કે છોટુભાઈ વસાવા નું આપના માટે એવું કહે છે કે, “મનસુખભાઈ તો આદિવાસી જ નથી અને છોટુભાઈ આપને ગણતા પણ નથી” અને એના બદલામાં મનસુખ ભાઈ તમારે  શું કહેવું છે? ત્યારે જવાબ માં મનસુખભાઈ એમ કે છે કે જો છોટુભાઈ મને ગણતા ન હોય તો હું પણ છોટુભાઈને ગણકારતો નથી.

પુછેલા પ્રશ્નના જવાબ માં મનસુખભાઈ બીજું શું કહી શકે? આવા પ્રશ્નો પૂછવા વાળા પોતાના રોટલા સેકી રહ્યા છે. આ બધું તો આપ આગે વાનો સમજોજ છો.


અંદરો અંદર આદિવાસી સમાજ ના આગેવાનો ને એકબીજા સામે લઢાવી ને આદિવાસી સમાજના ટુકડા કરવામાં આવી રહ્યા છે એવું લાગી રહ્યું છે.


આદિવાસી સમાજને આગળ પણ આ જ રીતે અંદરો અંદર આવી વાતો કરી અને આદિવાસી સમાજના કામો થવા દીધા નથી જેમકે કે  સંવિધાન સભામાં આદિવાસી સદસ્યો ની સંખ્યા પૂરતા પ્રમાણમાં હોવા છતાં પણ આદિવાસી શબ્દની જગ્યાએ વનવાસી શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આદિવાસી સમાજના આગેવાનો એ કોઈપણ પાર્ટી કે પક્ષના હોય પણ જો આદિવાસી સમાજના હિત ને ધ્યાનમાં રાખીને કામ કરે તો સમાજ ને ફાયદો થાય. આદિવાસી સમાજ આજે એટલો તો જાગૃત છે કે એ બધું જોય રહ્યો છે અને સમજી રહ્યો છે.

મારા આદિવાસી સમાજના આગેવાનોને પ્રાર્થના છે કે તમારી છત્રછાયા અને નેતૃત્વ નીચે ઘણા આદિવાસી નવયુવાન આગેવાનો આગળ આવી રહ્યા છે અને સમાજ માટે કાર્ય કરી રહ્યા છે તો આપ સૌ આ નવયુવાનોને અંદરો અંદર નલઢવાની, સમાજના હિતમાં ભેગા મલી  અને આગળ આવવાની, સમાજના હિતમાં કાર્ય કરવાની શિક્ષા/વિચાર  આપ સૌ આગેવાનો અને સમાજના નેતાઓ આપે એવી અમારી આપને નમ્ર રજૂઆત છે.

સાથે સાથે નવ યુવાનો એ પણ આગમાં ઘી હોમવાની જગ્યા એ સમાજ ને એકત્ર સંગઠિત અને સમાધાન ની દીશામાં આગળ વધવું જોવે જેથી સમાજ મજબુત થાય.

ચાલો આપણે સૌ ભેગા મળીને આદિવાસી સમાજના હિત માટે બધા આદિવાસી સમાજ ના લોકો એકબીજાનું મન અને સન્માન જાળવી  સમાજના હિતમાં કાર્ય કરવાની એક નવા યુગની શરૂઆત કરીએ.

આ મારું અંગત મંતવ્ય છે. આદિવાસી સમાજના મારા સર્વ વડીલોને જો મારી કોઈ પણ વાત થી દુઃખ લાગ્યું હોય તો હું દિલથી એમને માફી માગું છું.


જય આદિવાસી જોહર ભારત માતાકી જય જય હિન્દ જય ભારત

આપનો આભારી ડોક્ટર ભાવિન કુમાર શાંતિલાલ વસાવા ભરૂચથી


SHARE WITH LOVE
 • 636
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  636
  Shares

Leave a Reply

Your email address will not be published.