ભાજપ આ આદિવાસી વિસ્તાર ની બેઠકો પર સલામત નથી…

SHARE WITH LOVE
 • 723
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  723
  Shares

આદિવાસી નો દબદબો ધરાવતી આદિવાસી વિસ્તાર ની સીટો ગુજરાત લોકસભા ૨૦૧૯  ભાજપ માટે સેઈફ રહી નથી. જે ૨૦૧૪ માં ભાજપની ગુજરાતની સૌથી સલામત બેઠક રહી હતી . 

ગુજરાત ની લોકસભામાં આવતી દાહોદ, છોટાઉદૈપુર,બારડોલી, વલસાડ, પંચમહાલ, સાબર કાંઠા,ભરૂચ આમ સાત આ બધી લોકસભાની બેઠકો ભાજપ માટે ૨૦૧૪ મા સલામત બની હતી. આ વખતે ૨૦૧૯ મા એ સલામતીને મોટી આંચ આવે એવી શક્યતા નકારી શકાતી નથી.

ગુજરાતમાં ભાજપ માટે ૨૦૧૪ થી સલામત બની ગયેલી  આ સાત લોકસભાની બેઠકો ભાજપ માટે આજે પણ એટલી જ સલામત રહી નથી.આ સાત લોકસભા મત વિસ્તારમાં આવતી સાતમાથી  ઘણી લોકસભા  મત વિસ્તારમાં આદિવાસી બહુમતિ હોવા ના કારણે કોંગ્રેસ ઘણી જગ્યાએ આક્રામક ટક્કર આપી સકે છે.

ભાજપનું આદિવાસી વિરોધી વલણ અને ગુજરાત સરકારનું આદિવાસી લોકોના હિત માટે કોય કાર્ય હાથ ન ધરાવના કારણે આદિવાસી સમાજ નો વિશ્વાસ ભાજપામાં રહ્યો નથી. લોકસભા બેઠક પર કોંગ્રેસે ઘણા મજબુત દાવેદાર ઉમેદવાર ઉતાર્યા છે  તેના કારણે ભાજપની ઘણી સીટો ને નુકસાની થશે તેવું કહેવાય રહ્યું  છે.

ભાજપાના ઘણા આદિવાસી સાંસદો ખાલી પાર્ટીના પોપટ બનીનેજ બેસી રહ્યા છે અને આદિવાસી સમાજ ના હિતમાં સરકારમાં રજૂઆત કરી શક્યા નથી.

દાહોદ:

દાહોદ લોકસભા પરથી મુખ્ય પાર્ટીના ઉમેદવાર માં ટક્કર રેહશે જે આ પ્રમાણે છે.                                                      

કોગ્રેસ: કટારા બાબુભાઈ ખામાંભાઈ

ભાજપા: ભાભોર જશવંતશિહ સુમનભાઈ

ભારત સરકારના કેન્દ્રિય મંત્રી મંડળમાં દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરનો ને જ્યારથી કેન્દ્રિય મંત્રી તરીકે નું પદ સ્વીકાર્યું ત્યારથી તે પોતાના મત વિસ્તાર માં દયાન આપી શક્યા નથી જેથી લોકોમાં રોષ છે. તો આ વખતે સુ થશે તેની ખબર નઈ

છોટાઉદૈપુર:

છોટાઉદૈપુર લોકસભા પરથી મુખ્ય પાર્ટીના ઉમેદવાર માં ટક્કર રેહશે જે આ પ્રમાણે છે.  

કોગ્રેસ: રણજીતશિહ રાઠવા

ભાજપા: ગીતાબેન રાઠવા

બીટીપી ના ઉમેદવાર ની ગણતરી નથી કરી કારણ સ્થાનિક લોકોનું કેહવું છે કે આયાતી ઉમેદવાર ની જગ્યા એ જો સ્થાનિક રાઠવાને ભારતીય ટ્રાયબલ પાર્ટી માંથી ઉમેદવારી કરાવી હોત તો પરિણામ સારું મળી સકત.

બારડોલી:

બારડોલી લોકસભા પરથી મુખ્ય પાર્ટીના ઉમેદવાર માં ટક્કર રેહશે જે આ પ્રમાણે છે.

કોગ્રેસ: તુષાર ચોધરી  

ભાજપા: પ્રભુ વસાવા

સુરતના પુણાગામ વિસ્તારના લોકોએ જાહેરમાં બેનરો લગાવીને સાંસદ પ્રભુ વસાવાનો વિરોધ કર્યો હતો. સ્થાનિક લોકોએ બેનરમાં કહ્યું છે કે, ‘છેલ્લા પાંચ વર્ષથી ગાયબ રહેલા સાંસદ સભ્ય તેમજ ધારાસભ્યએ મતની ભીખ માંગવા પુણાગામમાં આવવું નહીં. આમ છતાં ગામમાં પ્રવેશ કરશો અને કોઈ ઘટના બનેશે તો તેની સંપૂર્ણ જવાબદારી આપશ્રીની પોતાની રહેશે લી. પુણાગામના રહીશો’.

વલસાડ:

વલસાડ લોકસભા પરથી મુખ્ય પાર્ટીના ઉમેદવાર માં ટક્કર રેહશે જે આ પ્રમાણે છે.

કોગ્રેસ: જીતુ ચોધરી

ભાજપા: કે સી પટેલ

બીટીપી: પંકજ પટેલ

ભાજપા સાંસદ કે સી પટેલ પોતાની કબુતર બાજી જેવી વાતોને લઈને ચર્ચામાં રહ્યા છે. અત્યારે આદિવાસી સમાજ એમનો સખત વિરોધ કરી રહ્યો છે.

ભરૂચ:

ભરૂચ લોકસભા પરથી મુખ્ય પાર્ટીના ઉમેદવાર માં ટક્કર રેહશે જે આ પ્રમાણે છે.

ભાજપા: મનસુખભાઈ વસાવા

બીટીપી: છોટુભાઈ વસાવા

કોગ્રેસ: શેરખાન પઠાણ

ભરૂચ માં ખરે ખરો ત્રી પાખીયો જંગ ખેલાશે.

સાબર કાંઠા:

સાબર કાંઠા લોકસભા પરથી મુખ્ય પાર્ટીના ઉમેદવાર માં ટક્કર રેહશે જે આ પ્રમાણે છે.

કોગ્રેસ: રાજેન્દ્ર ઠાકોર

ભાજપા: દીલીપશીહ રાઠોડ  

પંચ મહાલ:

પંચ મહાલ લોકસભા પરથી મુખ્ય પાર્ટીના ઉમેદવાર માં ટક્કર રેહશે જે આ પ્રમાણે છે.

કોગ્રેસ: વી. કે. ખાંટ

ભાજપા: રતનશિહ રાઠોડ

અસર કરે તેવા પરિબળો

મોટાભાગના મતદારો આદિવાસી સમાજ ના અને આદિવાસી વિસ્તારના છે. આદિવાસી લોકો માટે જીવન જરૂરી  સુવિધાઓ પૂરી પાડવામાં ભાજપા સરકાર નિષ્ફળ રહી છે, સાથે સાથે ભાજપા સરકાર આદિવાસી વિરોધી રહી હોય તેમ દેખાય છે. ભાજપના કેહાવતા ઘણા કથિત આદિવાસી સાંસદો પણ આદિવાસી નો પક્ષ પાર્લામેન્ટ માં રજુ કરવામાં નિષ્ફળ રહ્યા છે.

આદિવાસી સમાજ ના મુખ્ય મુદ્દા ઓં પર આજ સુધી ભાજપા સરકાર કોય પગલા લેવા રાજી થય નથી.

ગેર આદિવાસી ને અપાયેલા આદિવાસી લોકોના ખોટા પ્રમાણપત્રો

ફોરેસ્ટ એક્ટ

આદિવાસી જમીનમાં ચાલી રહેલા ખનન અને ખાણો

સરદાર સરોવર પ્રોજેક્ટ

સ્ટેચ્યુ ઓફ યુનિટી

ભારત માલા પ્રોજેક્ટ

આદિવાસી વિસ્તારમાં શિક્ષણનો અભાવ

આદિવાસી વિસ્તારોમાં સુવિધાઓનો અભાવ

આદિવાસી લોકો સાથે થતી ગેરરીતિઓ

પેસા એક્ટ

અનુસૂચિ 5 અને 6

ઉપરથી ભાજપા સરકાર ના સમય દરમિયાન આવેલા ઘણા નિર્ણયો આદિવાસી વિરોધી જ રહ્યા છે


SHARE WITH LOVE
 • 723
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  723
  Shares

Leave a Reply

Your email address will not be published.