શું? BTP આદિવાસી સમાજ માટે વર્દાન રૂપ બની શકે કે નય? અપક્ષ, BJP, કોંગ્રસ?

SHARE WITH LOVE
 • 259
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  259
  Shares

શ્રી છોટુભાઈ વસાવા અત્યાર સુધી દરેક ઇલેક્સનમાં એક નિર્ણાયકની અને કિંગમેકરની ભૂમિકા ભજવતા આવ્યા છે 2019 લોકસભાના ઇલેક્શનમાં પણ તો એવું થઈ શકે છે. અત્યાર સુધી છોટુભાઈ વસાવા જનતા દળ માંથી ચુંટણી લઢતા હતા પણ થોડા સમયથી છોટુભાઈ વસાવા ના મોટા પુત્ર મહેશભાઈ વસાવા એ પોતાની પાર્ટી  ભારતીય ટ્રાઈબલ પાર્ટી  (B.T.P)નું ગઠન કરવામાં આવ્યું છે ત્યારથી છોટુભાઈ વસાવા એમાંથી ઉમેદવારી કરી રહ્યા છે ભારતીય ટ્રાઈબલ પાર્ટી નું નામ છોટુભાઈ વસાવા સાથે જોડાયેલ છે અને તે પણ 2019 ના ઇલેક્શનમાં નિર્ણાયક ભૂમિકા ભજવશે

હા જરૂરથી ભારતીય ટ્રાઈબલ પાર્ટી એક નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે અને ઘણું મોટું સ્થાન પણ આખા ભારતમાં આદિવાસી વિસ્તારોમાં દરેક રાજ્ય જિલ્લા તાલુકા માં લઇ શકે એમ છે તેવું ઘણાં લોકોનું કેહવું છે.

અત્યાર સુધી કોંગ્રેસ પાર્ટી કે ભારતીય જનતા પાર્ટી દ્વારા આદિવાસીઓનું શોષણ જ કરવામાં આવ્યું છે? એ આપણે સૌ જોઈ રહ્યા છે ત્યારે આદિવાસી સમાજ ની જો કોઈ પાર્ટી હોય તો ભારતીય ટ્રાઈબલ પાર્ટી B.T.P ને આપણે કહી શકાય?

દેશમાં આદિવાસી સમાજ ની જો કોઈ પાર્ટી હોય તો ભારતીય ટ્રાઈબલ પાર્ટી નું નામ ઘણું મોખરે આવે છે પરંતુ ભારતીય ટ્રાઈબલ પાર્ટી કઈ રીતે આગળ વધી સકે એના પર મંથન કરવું જરૂરી છે

જો ભારતીય ટ્રાઈબલ પાર્ટી ઉપર યોગ્ય પ્રમાણમાં કામ કરવામાં આવે અને રણનીતિ બનાવવામાં આવે તો આદિવાસી સમાજ માટે ભારતીય ટ્રાઈબલ પાર્ટી શ્રી છોટુભાઇ વસાવા દ્વારા અપાયેલો ઉપહાર બની રહે તેમ છે?

અત્યારે ભારતીય ટ્રાઈબલ પાર્ટી શ્રી છોટુભાઇ વસાવા , એમના પુત્ર મહેશભાઈ વસાવા ના નેતૃત્વ નીચે આગળ વધી રહી છે અને મજબૂત બની રહી છે. ગુજરાત રાજ્યની બહાર પણ બીજા ઘણા બધા રાજ્યો ની અંદર ભારતીય ટ્રાઈબલ પાર્ટી કાર્યરત છે

ભારતીય ટ્રાઈબલ પાર્ટી માં આજે નવયુવાન અને નિષ્ઠાથી કામ કરી શકે એવા લોકો જોડાય અને છોટુભાઇ વસાવા ની છત્રછાયા નીચે જો કામ કરે અને પાર્ટીને યોગ્ય દિશામાં આગળ વધારવામાં આવે તો ભારતીય ટ્રાઈબલ પાર્ટી ટૂંક સમયમાં આખા દેશભરમાં આદિવાસીઓની મોટી પાર્ટી બની શકે તેમ છે એવું લોકોનું માનવું છે.

ભારતીય ટ્રાઈબલ પાર્ટી  BTP પોતાની અંદર અને પોતાની સાથે આદિવાસીઓના હક અધિકાર મેળવવા માટે મેહનત કરનારા નાના-મોટા સંગઠનો સાથે જોડાઈ જાય અને આદિવાસી સમાજના હિતમાં બધા ભેગા થઈને જો કામ કરે તો ઘણું મોટું પરિણામ મળી શકે તેમ છે

BTP જો કોય પાર્ટી સાથે ગઠબંધન કરે તો તે કયી પાર્ટી હોય શકે ? જેનાથી આદિવાસી સમાજ ને વધુમાં વધુ ફાયદો થાય.

BJP , કે કોન્ગ્રેસ ને ફાયદો કે નુકસાની કરી આદિવાસી સમાજ ના હિત માંટેના સમીકરણો પણ તૈયાર થય સકે. આ બધી વાતો પર સમાજ ના બુધ્ધિજીવી લોકો મંથન કરવું જરૂરી છે.

પરંતુ, અત્યાર ની સમાચાર માં ચાલતી BTP એ અંદરો અંદર BJP સાથે ગઠ બંધન પાછલા બારણે કર્યા ની વાતો પણ ચકચાર મચાવ્યું છે. જો આવું થયું હોય તો BTP ને અપાતા મતો નું કોય મહત્વ રેહતું નથી અને BTP ને અપાયેલ મત BJP ના હિત માં થાય અને આદિવાસીને નુકસાની થાય એવું લોકોનું માનવું છે.

જય આદિવાસી જાય જોહર


SHARE WITH LOVE
 • 259
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  259
  Shares

Leave a Reply

Your email address will not be published.