ગણપતસિંહ વસાવા – Ganpatsinh Vasava MLA Mangrol – Minister of Gov. of Gujarat

SHARE WITH LOVE
 • 1K
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  1K
  Shares

માનનીય ગણપતસિંહ વસાવા () નો રાજકીય પ્રવાસ ૧૯૯૫માં ભારતીય જનતા પાર્ટીથી શરુ થયો હતો. ભારતીય જનતા પાર્ટીની વિચારસરણી અને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશીપણા હેઠળ તેમણે ગુજરાતના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું છે. તેઓશ્રીએ ગુજરાતના પ્રવાસન વિભાગને વિક્સાવવા તથા આદિવસીઓ માટેના વિકાસલક્ષી કાર્યો માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે. આદિવાસીઓની જીવનશૈલી અને રોજગારી સાથે જોડાયેલ વન પ્રદેશના સંવર્ધન માટે તેઓશ્રીએ અનેક યોજનાઓ ઘડી છે. ત્રણ ટર્મ સુધી વિધાનસભાના સૌથી નાની વયના અધ્યક્ષ હોવાનું માન તેમની વિશેષ સિધ્ધી છે.

The Speaker, Gujarat Legislative Assembly, Shri Ganpatsinh Vasava call on PM
The Speaker, Gujarat Legislative Assembly, Shri Ganpatsinh Vasava calling on the Prime Minister, Shri Narendra Modi, in New Delhi on January 01, 2015.

ગણપતસિંહ વેસ્તાભાઈ વસાવા (અંગ્રેજી: Ganpatsinh Vestabhai Vasava) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યનો વહીવટ સંભાળતી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ (સ્પીકર) બન્યા હતા. તેઓ સુરત જિલ્લામાં આવેલી માંગરોળ વિધાનસભા વિસ્તારમાંથીભારતીય જનતા પક્ષના ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા. તેઓ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકેનું પદ સંભાળનાર પ્રથમ આદિવાસી નેતા છે. ફેબ્રુઆરી ૨૦૧૧માં તેઓ નવી વિધાનસભાના અધ્યક્ષ તરીકે ચુંટાયા હતા

મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીની સરકારમાં ગણપતસિંહ વસાવા ()આદિજાતિ વિકાસ, પ્રવાસન અને વન વિભાગના કેબિનેટ પ્રધાનનો કાર્યભાર સંભાળે છે. ૨૦૧૧માં ગુજરાત વિધાનસભાના સૌથી નાની વયના અધ્યક્ષ બનવાની સાથે તેઓ આદિજાતિ સમાજના પ્રથમ અધ્યક્ષ બનવાનું ગૌરવ ધરાવે છે. ૨૦૧૨થી ૨૦૧૪ સુધી તેમણે કેબિનેટ પ્રધાન તરીકે વન અને પર્યાવરણ, આદિજાતિ વિકાસ, વૈધાનિક અને સંસદીય બાબતો તેમજ મહિલા અને બાળ કલ્યાણ વિભાગનો હવાલો સંભાળ્યો. ૨૦૧૪થી ઓગસ્ટ ૨૦૧૬માં કેબિનેટ પ્રધાન વરણી થઇ ત્યાં સુધી વિધાનસભાના અધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળી હતી.

ર૦૦રથી ભાજપના સુરત જિલ્લાના માંગરોળના ધારાસભ્ય તરીકે સેવા આપતા શ્રી વસાવા પક્ષના ગુજરાત પ્રદેશ મંત્રી પણ રહી ચૂક્યા છે. તો ગુજરાત વિધાનસભા અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ સહિતની વિવિધ સમિતિના અધ્યક્ષ તરીકે પણ સેવા આપી છે. ખેતી અને સમાજસેવાની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ગણપતભાઇનો જન્મ પહેલી જૂન ૧૯૭૧ના રોજ થયો છે. તેઓ એક પેટ્રોલપંપના માલિક પણ છે. ગુજરાત યુનિવર્સિટીથી અનુસ્નાતક થયેલા વસાવા સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના વાડી ગામના વતની છે. પરિવારમાં પત્ની નીલમબેન અને બે સંતાનો – પુત્ર પ્રદ્યુમ્નસિંહ તથા પુત્રી વૈદેહી છે. વાંચન અને રમતગમતમાં સવિશેષ ક્રિકેટ અને કબડ્ડીમાં રૂચિ ધરાવતા વસાવાએ યુકે, ફ્રાન્સ, સ્વિત્ઝર્લેન્ડ અને શ્રીલંકાનો વિદેશ પ્રવાસ કર્યો છે.

સહારા માનવ કલ્યાણ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે તેમણે સામાજીક કલ્યાણની અનેકવિધ પ્રવૃત્તિઓ કરી છે. આર્થિક પછાત ગરીબ વર્ગોને મદદરૂપ થવા અત્યાર સુધીમાં ટ્રસ્ટે આઠ સમુહ લગ્નોત્સવ યોજીને ૧,૩૫૧ યુગલોના વિવાહ કરાવ્યા છે. ગરીબોને આજીવિકા માટે ૧૧ હજાર ગાય તથા ખેડૂતોને ખેત ઉપયોગ માટે ૪,૦૦૦ બળદ જોડીનું વિતરણ કર્યું છે. આ ઉપરાંત, રમતગમત કૌશલ્યની સ્પર્ધા, પશુ સારવાર શિબિરો, વિકલાંગ સેવા સહાય, ગરીબ અને વનબંધુ પરિવારો માટે અન્નદાન – વસ્ત્રદાન, કુદરતી આફતો સમયે અસરગ્રસ્તો માટે રાહત કાર્યો તથા સંત-મેળાવડા યોજીને આદિવાસીઓમાં વ્યસનમૂકિતની ઝૂંબેશ ટ્રસ્ટ દ્વારા ચલાવાય છે.

ગણપતસિંહ વસાવા (Ganpatsinh Vasava) કહે છે કે તેમને કોલેજકાળ દરમિયાન જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) અને ભાજપમાં ઘણી જવાબદારી સોંપાઇ હતી. સામાજિક સેવાના ઘણા કાર્યોસર વર્ષોથી તેઓ સહારા માનવ કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાજકીય જગત સાથે સંકળાયેલા હતા. આ સામાજિક કાર્યોે તેમને રાજકીય જીવનમાં આગળ વધવાની પ્રેરણા પૂરી પાડી હતી.

તેઓ કહે છે કે વન વિભાગનું લક્ષ્ય ગ્રીન કવરના વિસ્તરણનું અને પર્યાવરણ સુરક્ષાનું છે. ટુરિઝમ વિભાગનું લક્ષ્ય દેશવિદેશથી વધુને વધુ પ્રવાસીઓને ગુજરાતની મુલાકાત લેવા માટે પ્રોત્સાહિત કરવાનું છે. રાજ્યના પ્રવાસન સ્થળો પર વધુ સારી પ્રાથમિક સુવિધા ઉભી કરવાનું મારું ધ્યેય છે. વધુમાં તેઓ કહે છે કે જંગલની જમીન ખેડતા આદિવાસીઓને ફોરેસ્ટ રાઈટ એક્ટ હેઠળ જમીન અંગેના વધુ અધિકારો મળે અને તેમના જીવનમાં ગુણાત્મક સુધારો થાય તે દિશામાં વધુ અસરકારક કાર્ય કરવાનું લક્ષ્ય છે.

બ્રિટન પ્રવાસની યાદ તાજી કરતા શ્રી વસાવાએ જણાવ્યું હતું કે તે વેળા તેમણે લંડનમાં ‘ગુજરાત સમાચાર’ કાર્યાલયની પણ મુલાકાત લીધી હતી. પ્રકાશક-તંત્રી સી. બી. પટેલે દર્શાવેલા ઉષ્માપૂર્ણ આદરસત્કાર અને આતિથ્યભાવનાના કારણે તેમને પરદેશની ધરા પર નહીં, પરંતુ ગુજરાતમાં જ હોવાની અનુભૂતિ થઈ હતી.

પાર્ટી: ભાજપ
પિતા : વેસ્તાભાઇ નવસાભાઈ વાસાવા
ઉંમર: 46
સરનામું: ગામ વાડી, તાલુકા ઉમરપાડા જી. સુરત
મતદાર તરીકે નામ નોંધાયેલ: 156-મંગોડોડ (ગુજરાત) મતક્ષેત્ર, ભાગ નં 183 માં સીરીયલ નં. 466
ઇમેઇલ: [email protected]
સંપર્ક નંબર: 9825362728

ગૃહનગર–માંગ્રોલ

ગણપતસિંહ વસાવાનું સત્તાવાર
આદિજાતિ વિકાસ, વન અને પર્યટન વિભાગના કેબિનેટ પ્રધાન, ગુજરાત સરકાર, ગુજરાત, ભારત

Ganpatsinh Vasava બાયોગ્રાફી

આદિજાતિ વિકાસ, વન અને પર્યટન વિભાગના કેબિનેટ મંત્રી, ગુજરાત સરકાર, ભારત
2002 થી 2007-> એમ.એલ.એ. માંગરોલ મતવિસ્તાર
2007 થી 2011-> એમ.એલ.એ. માંગરોલ મતવિસ્તાર
2011 થી 2012-> સ્પીકર, ગુજરાત વિધાનસભા (ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં સૌથી નાની વક્તા)
ડિસેમ્બર 2012 થી નવે -2016- મંત્રી, વન પર્યાવરણ, આદિજાતિ વિકાસ, મહિલા અને બાળ કલ્યાણ, વિધાન અને સંસદીય બાબતો, ગુજરાત સરકાર. ભૂતપૂર્વ ચેરમેન, બે શરતો માટે અનુસૂચિત આદિજાતિ વિધાનસભાના કલ્યાણ અંગેની સમિતિ. ભૂતપૂર્વ સભ્ય, જાહેર ઉપક્રમ પરની સમિતિ, ગુજરાત વિધાનસભા ભૂતપૂર્વ સદસ્ય, ટેબલ પર મૂકવા માટેની પેપર્સની સમિતિ.
ગુજરાત વિધાનસભા એસેમ્બલીના પ્રમુખ

હું મારા દેશની સેવા માટે અને દરેક ભારતના દરેક નાગરિક ની સુધારણા માટે કામ કરું છું
સેલ: 07923223024

પાર્ટી: ભાજપ
પિતા : વેસ્તાભાઇ નવસાભાઈ વાસાવા
ઉંમર: 46
સરનામું: ગામ વાડી, તાલુકા ઉમરપાડા જી. સુરત
મતદાર તરીકે નામ નોંધાયેલ: 156-મંગોડોડ (ગુજરાત) મતક્ષેત્ર, ભાગ નં 183 માં સીરીયલ નં. 466
ઇમેલ: [email protected]
સંપર્ક નંબર: 9825362728
http://ganpatsinhvasava.com

Ganpatsinh Vasava, Latest Ganpatsinh Vasava news, Ganpatsinh Vasava Live news, Ganpatsinh Vasava news online, Ganpatsinh Vasava news,
Ganpatsinh Vasava videos, Ganpatsinh Vasava photos, Ganpatsinh Vasava latest updates, Breaking News on Ganpatsinh Vasava,
Latest Breaking News, Pictures, Videos, ganpat vasava Blogs, ,
Ganpatsinh Vasava , ,


SHARE WITH LOVE
 • 1K
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  1K
  Shares

Leave a Reply

Your email address will not be published.