શ્રી મનસુખભાઈ વસાવા – ભરૂચ Mansukh Vasava : MP Bharuch

SHARE WITH LOVE
 • 18
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  18
  Shares

Mansukhbhai Vasava

શ્રી મનસુખભાઈ વસાવાને પ્રારંભથી જાણીએ

http://www.mansukhvasava.in/

ભરૂચ જીલ્લાના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા પક્ષ અને પ્રજા, બન્નેના નેતા છે. લાંબા સમયથી કાર્યકર રહેલા વિનમ્ર સ્વભાવના આ નેતાને, તેમની ધીરજ અને ખંત એક અસાધારણ નેતા બનાવે છે. ભારતની લોકશાહીના તેઓ પ્રખર અનુયાયી છે. ભાજપમાં જોડાવાનું તેમનું મૂળ કારણ સમાજ પ્રત્યે સમર્પણ અને નિષ્ઠા છે. પોતાના કાર્યો અને સમર્પણ દ્વારા રોજિંદી રાજકીય બાબતોમાં પક્ષની નીતિ, તેના સિદ્ધાંતો અને સ્પષ્ટતાનો તેમણે અમલ કર્યો છે.

ભરૂચ જીલ્લાના સાંસદ તરીકે

શ્રી મનસુખભાઈ વસાવા એ ભરૂચ જીલ્લા સાંસદ …

પદભાર સંભાળનારા ભરૂચના સાંસદ શ્રી મનસુખભાઈ ધનજીભાઈ વસાવા વાસ્તવમાં સાચા અને સુશાસિત વિનમ્ર વ્યક્તિત્વ છે. સંઘ સંસ્કૃતિ, શિષ્ટાચાર અને અથાગ પ્રયત્નો તેમની રાજકીય કારકિર્દીના સ્તંભ અને તેમની વાસ્તવિકતાની વિશેષતા છે. વર્ષ 1957માં ક્રાંતિકારી પ્રભાવ ધરાવતા મેં મહિનાની 19મી તારીખના રોજ તેમનો જન્મ થયો હતો, જેઓ 60 વર્ષની વયે સરકારનું નેતૃત્વ કરવાની વિશિષ્ટ જવાબદારી નિભાવી રહ્યા છે અને તેમને મૂળભૂત આધાર પૂરો પાડે છે.

બાળપણથીજ સ્વયંસેવક

બાળપણથી જ શ્રી મનસુખભાઈ વસાવા ભારતીય જનતા પાર્ટી ના આદર્શોને વરેલા રહ્યાં છે. તેમની શૈલી, સંસ્કૃતિ અને સ્વભાવ દીવા જેવો સ્પષ્ટ છે. રાજકીય ક્ષેત્રમાં તેમની કારકિર્દી સામાજિક કાર્યકર્તાની જેમ જ ફળદાયી રહી છે. આદિવાસી પરિવાર અને પરંપરામાં તેમનો ઉછેર થયો છે આથી વારસાગત વિનમ્રતા તેમના વ્યક્તિત્વમાં પ્રબળપણે ઝળકી ઉઠે છે. તેમનો જન્મ જુનારાજ (નર્મદા જીલ્લો )માં થયો હતો, પરંતુ બાળપણમાં તેમનો ઉછેર અને તેમની કારકિર્દીનું ગુણાત્મક નિર્માણ રાજપીપળા ખાતે થયું છે. જવાબદારી ઉપાડવાની તેમની ક્ષમતા અને પડકારોનો સામનો કરવાની તેમની સહજવૃતિ દ્વારા તેમણે તેમના પ્રભાવશાળી ગુણોને મજબૂતી આપી છે. તેમને કોઈપણ કામ સોંપવામાં આવે ત્યારે, તેમની કામગીરી હંમેશા આંઝી દેનારી રહી છે. વિદ્યાર્થીઓની સંઘર્ષ સમિતિ દ્વારા ચલાવાતી નવનિર્માણની ચળવળ કે સામાજિક કાર્યો પ્રાથમિકતા સાથે જવાબદારી નિભાવતી વખતે શ્રી મનસુખભાઈ વસાવા એ ક્યારેય પાછું વળીને જોયું નથી.

વિદ્યાર્થી નેતા

સ્વાભાવિક રીતે જન્મજાત નેતા હોવા છતા તેમણે હંમેશા લો પ્રોફાઇલ રહેવાનું પસંદ કર્યુ છે. પાયાના સ્તરે પક્ષના કાર્યકર્તાઓ સાથે સામૂહિક જોડાણ જાળવી રાખતી વખતે પણ તેમણે પોતાની જાત સાથેનો સંવાદ વધારે મજબૂત કરવાનો પણ પ્રયત્ન કર્યો છે. તેમણે ભ્રષ્ટ પ્રથાઓ વિરુદ્ધ ચળવળ ચલાવવા માટે દૃઢ મનોબળ વિકસાવ્યું છે અને તેમના કોલેજના દિવસોમાં તેમની યુવાશક્તિનો ઉપયોગ કરીને સંગઠનના પડકારો દૂર કર્યા હતા. તેઓ આર્થિક રીતે પછાતવર્ગના વિદ્યાર્થીઓના સંઘર્ષનો અવાજ પણ બન્યા હતા.

ખૂબ જ નાની વયે

તેઓ લોકશાહીનો વાસ્તવિક આત્મા ઉજાગર કરવા અને તેની પવિત્ર પ્રેરણા અને શ્રેષ્ઠતાના હાર્દ પ્રત્યે સમર્પિત રહ્યાં હતા. કટોકટી દરમિયાન તેઓ લોકઆંદોલનો સાથે સક્રીય રીતે જોડાયા હતા. માનવસમાજની સેવા માટે તેમની આંતરિક પ્રેરણા અને સમર્પણ તેમને સ્થાનિક રાજકારણમાં લાવી હતી. અન્યાયી પ્રથાઓ વિરુદ્ધ પડકારોનો સામનો કરવા માટે તેઓ પૂરતા સક્ષમ હોવાનું વિચારીને તેમણે માત્ર 24 વર્ષની ઉંમરે ભાજપમાં પ્રવેશ કર્યો હતો.

ભાજપમાં સક્રિય

અહીંથી તેમની સફર શરૂ થઈ અને, 1987માં ભાજપ માં વધુ સક્રિય થયા. ૧૯૯૪-૯૬ સુધી શ્રી મનસુખભાઈ વસાવા Member, Gujarat Legislative Assembly Deputy Minister, Government of Gujarat તરીકે જવાબદારી નિભાવી. તેમણે શિક્ષણની ગુણવત્તામાં સુધારો કરવા માટે પણ અથાગ પ્રયત્નો કર્યા હતા. તેઓ શિક્ષણ અને આરોગ્યની ક્ષિતિજો વિસ્તારવામાં પૂર્ણપણે જોડાયેલા હતા. નાનામાં નાના કાર્ય પ્રત્યે તેમનું સમર્પણ અને સાથી કાર્યકર્તાઓમાં પ્રાણનો સંચાર ફૂંકવાની તેમની ક્ષમતાએ તેમની રાજકીય પ્રગતિ ઝડપી બનાવી હતી.

૧૨મિ લોકસભા

૧૯૯૮ માં શ્રી મનસુખભાઈ વસાવા લોકસભા ઈલેક્શન જીત્યાં અને ૧૨મિ લોક સભા માં ભરૂચ જીલ્લામાં સાંસદ તરીકે ચુંટાયા.તેમની બૌદ્ધિક ક્ષમતા અને પક્ષના સર્વોચ્ચ નેતાઓ સાથે સંવાદિતતા અને નાનામાં નાના સામાન્ય કાર્યકર્તા સાથે સામીપ્ય થકી તેઓ પક્ષના વિકાસ માટે મજબૂત કડી બનીને ઉભરી આવ્યાં હતા. પક્ષની નીતિઓ અને રોજિંદી પરિસ્થિતિઓના ઊંડા જ્ઞાન અને આંતરિક બાબતો દ્વારા અને પ્રવક્તા તરીકે તેમની કુશળતા અને મુત્સદ્દીગીરી દ્વારા તેમણે અનેક સ્વરૂપો અને સમિકરણો બદલી કાઢ્યાં હતા.

૧૯૯૮-૯૯ માં પાર્લામેન્ટ ની લોકલ એરિયા ડેવેલોપમેન્ટ સ્કીમ ના સભ્ય પણ બન્યા હતા.

તેમના સમજણવૃત્તિ ધરાવતા સ્વભાવ અને હૃદયસ્પર્શી વક્તૃત્વના કારણે તેમને મીનીસ્ટ્રી ઓફ સોસીઅલ જસ્ટીસ એન્ડ એમપાવરમેન્ટ કમિટીના મેમ્બર તરીકે પદની જવાબદારી સોંપવામાં આવી હતી.

તેમના નેતૃત્વ હેઠળ ભાજપે ઝડપી પ્રગતિ કરી હોવાનું ધ્યાનમાં રાખીને ભાજપ પક્ષના મોવડીમંડળે તેમના શિરે ભરૂચ જીલ્લામાં પક્ષને મોટી સફળતાઓ મેળવવા માટેની જવાબદારી સોપી હતી.

સંગઠનના નેતાઓ સાથે તેમના સમીકરણો ઉત્કૃષ્ટ હતા. ભાજપા તરફથી સોપવામાં આવેલ દરેક કાર્યમાં તેઓ આદર્શ સાથી સાબિત થયા હતા. સતત વધતી જતી જવાબદારીઓ અને લોકોના વિશ્વાસ સાથે પક્ષની વરિષ્ઠ નેતાગીરીએ તેમના પર મૂકેલા વિશ્વાસના કારણે તેમના રાજકીય સફરે નવી ઊંચાઇઓ પ્રાપ્ત કરી હતી.

પક્ષ અને સરકારમાં સતત બદલાતા સમીકરણોની વચ્ચે દરેક કામગીરી સફળતાપૂર્વક પાર પાડવા તેમની કુનેહ કાર્યસાધક બની રહી હતી. તેમણે પડદા પાછળ રહીને ખૂબજ અસરકારક રીતે પક્ષમાં ઊભી થયેલી ગંભીર પરિસ્થિતિઓને સકારાત્મક રીતે પાર પાડવા પોતાને સાબિત કર્યા હતા. ભરૂચજીલ્લામાં પક્ષની મજબૂતી જાળવી રાખવા માટે તેમનું પ્રદાન ખૂબ જ પ્રભાવશાળી હતું. કુશળ શાસક અને વક્તૃત્વની સાથે સૌમ્યતા અને વિનમ્રતા જેવા અન્ય લક્ષણોએ તેમના વ્યક્તિત્વને તેજસ્વી બનાવ્યું હતું.

ખાસ કરીને દરેક વ્યક્તિ તેમજ કાર્યકર સાથે વ્યક્તિગત રીતે સંપર્ક દર્શાવે છે કે તેઓ મજબૂત રીતે પાયાથી જોડાયેલા છે. તેમની સતત અને એકધારી પ્રગતિની વૃત્તિ, એક વણિક તરીકે, તેમને કદાચ સત્ય અને અહિંસામાં જન્મથી જ રહેલી આસ્થામાંથી મળી છે.

આદરણીય સાંસદશ્રીની સામાન્ય વ્યક્તિના કલ્યાણ માટે સક્રિયતા, ઉપરાંત તમામના વિકાસ અને સ્વચ્છ ગુજરાતના સહિયારા ગુણો તેમના દિલની ઉદારતાને શોભાવે છે. તેઓ એ તથ્યથી ખૂબ સારી રીતે વાકેફ છે કે, પક્ષની શક્તિ નાના કાર્યકરોમાં સમાયેલી છે. કોઈપણ કાર્યકરને વિજયભાઈ કોઈપણ સમયે ખૂબજ સરળતાથી મળતા હોવાથી જ તેઓ ખૂબ લોકપ્રિય થયા છે. તેમની ઈચ્છા હતી કે ક્યારેય પણ રાજ્ય તેની ગતિ ધીમી પાડવાના પ્રયાસોમાં ન સપડાય, ક્યારેય પક્ષની કિર્તીમાં ઓછપ ન આવે અને લોકોની અપેક્ષાઓ જીતવી. વિપરિત સંજોગોમાં પોતાની ક્ષમતા દ્વારા પક્ષ, સંગઠન અને વહીવટીતંત્રમાં એકરૂપતા લાવવામાં તેમનું સામર્થ્ય હંમેશા ઝળકી ઉઠ્યું છે.

યુવા પેઢી માટે શિક્ષણ, રોજગારી અને કારકિર્દીના પ્રશ્નો ખૂબજ મહત્વના છે. આવી સ્થિતિમાં, તેઓ જીલ્લા અને પક્ષમાં મહત્વનો હોદ્દો સંભાળી રહ્યા છે ત્યારે, એક વાત ચોક્કસ છે કે દરેક વ્યક્તિ તેમના તરફ પુરી આશા અને અપેક્ષાઓ સાથે નજર રાખે. દરેક દરજ્જાના કાર્યકરોને તેમની હૂંફ, આદર અને પ્રતિભાવ મળે તેવી અપેક્ષા હોય. સંગઠનના માણસ તરીકે, સામાજિક વિકાસના તેમના ચતુરાઈભર્યા શબ્દોમાં કુદરતી રીતે જ એક અનોખુ બળ જોવા મળે છે.

૧૩મિ લોકસભા

૧૯૯૯ માં શ્રી મનસુખભાઈ વસાવા લોકસભા ઈલેક્શન બીજી વખત જીત્યાં અને ૧૩મિ લોક સભા માં ભરૂચ જીલ્લામાં સાંસદ તરીકે ફરી ચુંટાયા.

શ્રમ અને કલ્યાણ પર સ્થાયી સમિતિ,ખાનગી સભ્યોના બિલ અને ઠરાવો પરની સમિતિ પરામર્શ કમિટી અને ગ્રામીણ વિકાસ મંત્રાલય માં સભ્ય તરીકે ની જવાબદારી નિભાવી.

૧૪મિ લોક સભા

૨૦૦૪ માં શ્રી મનસુખભાઈ વસાવા લોકસભા ઈલેક્શન ત્રીજી વખત જીત્યાં અને ૧4મિ લોક સભા માં ભરૂચ જીલ્લામાં સાંસદ તરીકે ફરી ચુંટાયા.

૨૦૦૭-૨૦૦૯ કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ પર સ્થાયી સમિતિ અને પિટીશની સમિતિ માં સભ્ય તરીકે ની જવાબદારી નિભાવી.

૧૫મિ લોક સભા

૨૦૦૯ માં શ્રી મનસુખભાઈ વસાવા લોકસભા ઈલેક્શન ચોથી વખત જીત્યાં અને ૧5મિ લોક સભા માં ભરૂચ જીલ્લામાં સાંસદ તરીકે ફરી ચુંટાયા.

૨૦૦૯ વિજ્ઞાન અને તકનીકી પર સ્થાયી સમિતિ અને પર્યાવરણ અને વન વિભાગ સમિતિ માં સભ્ય તરીકે ની જવાબદારી નિભાવી.

૧૬મિ લોક સભા

૨૦૧૪ માં શ્રી મનસુખભાઈ વસાવા લોકસભા ઈલેક્શન પાંચમી વખત જીત્યાં અને ૧૬મિ લોક સભા માં ભરૂચ જીલ્લામાં સાંસદ તરીકે ફરી ચુંટાયા..

કેન્દ્રીય પ્રધાન

૨૭ મે ૨૦૧૪ – ૫ જુલાઈ ૨૦૧૬ સુધી માનનીય શ્રી મનસુખભાઈ વસાવા એ રાજ્યના કેન્દ્રીય પ્રધાન તરીકે આદિજાતિ બાબતોના મંત્રાલય માં કામગીરી નિભાવી

સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા – ભરૂચ ૨૦૧૮

શ્રી મનસુખભાઈ વસાવા ભરૂચ જીલ્લાના સાંસદ અને સામાજિક ન્યાય અને અધિકારીતા પર સમિતિ ના સભ્ય તરીકે 1 સપ્ટેમ્બર ૨૦૧૭ થી કાર્યરત છે.

સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા આભારી છે.

ભારતીય જનતા પાર્ટી, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જી, શ્રી અમિત શાહ જી, બીજેપી ના સર્વ કાર્ય કરતા અને ભરૂચ જિલ્લના સર્વ લોકો જેમને મારા પર વિશ્વાસ રાખ્યો અને ખુબ માન સન્મા અને પ્રેમ આપ્યો છે એ માટે હું આપ સૌનો દિલથી આભારી છું.

પાર્ટી: ભાજપ પિતા: ધનજીભાઈ વાસાવા ઉંમર: 56 સરનામું: રાજવંત સોસાયટી, રાજપીપલ, જી. નર્મદા નામ મતદાતા તરીકે નામંજૂર: 21-ચોવટાઉદીપુર (ગુજરાત) મતક્ષેત્ર, ભાગ નં. 152 માં સીરીયલ નં 424 સંપર્ક નંબર: 02640-224300 

સ્વયં વ્યવસાય: કૃષિ અને સામાજિક સેવા

Mansukh Vasava, Mansukh Vasava news, Mansukh Vasava latest news, Mansukh Vasava biography, Mansukh Vasava photos, Mansukh Vasava videos, Mansukh Vasava news today, ભરૂચના સાંસદ મનસુખ વસાવા, bharuch BJP, Mansukh Vasava, latest news in gujarati, gujarati news video, gujarati news, breaking news in gujarati, મનસુખ વસાવા,

SHARE WITH LOVE
 • 18
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  18
  Shares

Leave a Reply

Your email address will not be published.