શું ? આદિવાસી વિસ્તાર માં મોદીજીના ચોકીદાર છે?

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

અત્યારે મોદીજી નું #MainBhiChaukidar ઘણું પ્રચલિત થયું પરંતુ ગુજરાતમાં મોદીજીના ચોકીદારોની સંખ્યા ઘણી ઓછી થઈ ગઈ હોય એવું લાગે છે …

જેના કારણે સરકારમાં આદિવાસી લોકો માટેની કામગીરી ઘણી ઓછી અને ધીમી થય કે ના બરાબર થઈ ગઈ છે એના કારણે ગરીબ પછાત અને અભણ આદિવાસીઓને ઘણી મોટી તકલીફો પડી રહી છે પરંતુ ગુજરાત સરકારમાં આદિવાસીઓનું કોઈ સાંભળતું નથી અને એમના કામો થતા નથી. આદિવાસી સમાજ ને આડકતરી રીતે હેરાન કરવામાં આવી રહ્યો છે.

ગુજરાતની નબળી કામગીરી શ્રી વિજયભાઈ રૂપાણી એ પોતાની જાતેજ પોતાના અધિકારીઓને અને ખાતાઓની પોલ ખોલતા એક ભાસણ માં જણાવ્યું  હતું. તો જ્યારે રાજ્યના વડા એવા શ્રી મુખ્યમંત્રી જાતે જ એમ કહેતા હોય કે અધિકારીઓ ભ્રષ્ટ થઈ ગયા છે અને એ પણ તેમને મીડિયા સામે આ રજૂઆત કરી હતી.

તો એનો મતલબ શું થયો? રૂપાણી જી ની ગુજરાત સરકાર આ ભ્રષ્ટ અધિકારીઓ અને ભ્રષ્ટ ખાતાઓને ડામવા માટે સક્ષમ નથી. જો સરકાર આ બધું રોકી ન સકતી હોય તો તેવી સરકાર શું કામની? શું આવી સરકાર આદિવાસીઓના હક અપાવી શકશે?

આવી વાતો આદિવાસી સમાજની અંદર આ ચૂંટણીના સમયમાં પ્રસરી રહી છે, અને હવે

આદિવાસી લોકો આ બાબતો પર વિચારવા માટે મજબૂર થય રહ્યા છે.

મુખ્ય મંત્રી શ્રી ભ્રષ્ટાચાર વિશે શું કહે છે જુવો

મુખ્ય મંત્રી શ્રી ભ્રષ્ટાચાર વિશે શું કહે છે જુવો

Posted by Myadivasi on Friday, March 22, 2019

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

Leave a Reply

Your email address will not be published.