ઘર – પ્રધાનમંત્રી આવાસ યોજના PMAY-G

SHARE WITH LOVE
 • 69
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  69
  Shares

પ્રધાન મંત્રી આવાસ યોજના (ઘર બનાવવા માટે સહાય)

પ્રધાન મંત્રી આવાસ યોજના

આ યોજના બે ભાગમાં વેચાયેલ છે.
૧. પ્રધાન મંત્રી આવાસ યોજના -ગ્રામીણ
૨. પ્રધાન્માંત્રી આવાસ યોજના – અર્બન

૧. પ્રધાન મંત્રી આવાસ યોજના -ગ્રામીણ વિશે સમજીએ
 • ૨૦/૧૧/૨૦૧૬ના રોજ માન.વડાપ્રધાન શ્રીનરેન્દ્ર મોદીના હસ્તે આગ્રા ખાતે યોજનાનું અનાવરણ થયું.
 • PMAY(G) માં આવાસ સહાય
  • મેદાની વિસ્તારના નવા આવાસ માટે અવાસદીઠ સહાય રૂ.૧૨૦૦૦૦/-
  • પહાડી વિસ્તારના નવા આવાસ માટે અવાસદીઠ સહાય રૂ.૧૩૦૦૦૦/-
  • લાભાર્થીઓને રૂ.૭૦૦૦૦/- સુધીની યોજના હેઠળ લોન મળવાપાત્ર
  • સ્વચ્છ ભારત મિશન(ગ્રામીણ) હેઠળ શૌચાલય બાંધકામ માટે કન્વર્જન્સથી મળવાપાત્ર રકમ રૂ.૧૨૦૦૦/-
  • મહાત્મા ગાંધી નરેગા યોજના હેઠળ આવાસ બાંધકામ માટે ૯૦ દિવસની મજૂરી માટે મળવાપાત્ર રકમ રૂ.૧૬૯૨૦/-
 • નાણાંકીય ફાળવણી
  • ફંડની ફાળવણી કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે ૬૦:૪૦ ના ગુણોત્તર મુજબ
  • જિલ્લાઓને ફાળવેલ ફંડ સામે ૪% વહીવટી ખર્ચની ફાળવણી (૩.૫% જિલ્લા માટે અને ૦.૫% રાજ્ય માટે)
 • યોજનાની વિશેષતાઓ
  • આવાસ સાઈઝ – ૨૦ ચો.મી.
  • આવાસ સહાય રકમ રૂ. ૧૨૦૦૦૦/-
  • લાભાર્થી પસંદગી માટે એસઇસીસી-૨૦૧૧ના ડેટાનો ઉપયોગ
  •  કન્વર્ઝન્સ:
   • સ્વચ્છ ભારત મિશન ( ગ્રામિણ)
   • મહાત્મા ગાંધી નરેગા ( મજુરી માટે)
   • અન્ય યોજનાઓ(રાજીવ ગાંધી વિધ્યુતિકરણ યોજના,આમ આદમી વિમા યોજના, રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વિમા યોજના)
   • ડીસ્ટ્રીક્ટ મટીરીયલ બેંક અને ફેસીલીટેશન સેન્ટર
   • ડીબીટી – પીએફએમએસ અને આધાર લીંકીંગ
   • મોનીટરીંગ
   • મોબાઈલ એપ
   • આવાસ સોફ્ટ
 • યોજનાનો હેતુ
  • SECC ના સર્વેક્ષણ મુજબ જે નાગરીકો કે જેમની પાસે પોતાનું કહી શકાય તેવું આવાસ નથી તે તમામ નાગરિકોને વર્ષ ૨૦૨૨ સુધી માન.પ્રધાનમંત્રીના વિચાર સહ શરૂ કરાયેલ પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)થી આવાસ પુરૂ પાડવું.

ફોર્મ ભરવાની રીત: ગ્રામિણ માટે

ગ્રામીણ માટે આ યોજના માટે ફોર્મ ભરવામાટે જરૂરિયાતો

૧. આધાર કાર્ડ (માં જે મોબાઈલ નંબર આપ્યો હોય તે ચાલુ હોવો જરૂરી. તાલુકા પરથી  આધાર કાર્ડમાં મોબાઈલ નંબર સુધારી સકાય )

૨. બેંક ખાતું (આધાર કાર્ડ સાથે જોડાયેલ હોવું જોયીએ – જો ના જોડેલ હોય તો આપની બેંક માં આધાર કરડી કોપી જમા કરો )

૩. એસ ઈ સી સી ૨૦૧૧ માં નામ હોવું જરૂરી – આપનું નામ શોધો

૪. જોબ કાર્ડ નંબર – જોબકાર્ડ નંબર જોવો

૫. આ બધી માહિતી ભેગીકરી આપના તલાટીને માળો. જરૂરી છે કે આપ આવનાર ગ્રામ સભામાં આપનું નામ આ યોજના માટે આપો.

 

પગથિયું – ૧

ગ્રામ સભા તમને લાભાર્થી તરીકે નક્કી કરી પસંદ કરશે

પગથિયું – ૨

તમોને ગ્રામ સેવક પાસેથી અરજી પત્રક તાલુકા મળશે.(આ યોજના માટે ગ્રામ સેવક તાલુકા પર હોય છે.)

પગથિયું – ૩

ગ્રામ સેવક દ્વારા આપનું અરજી પત્રક તાલુકા વિકાસ અધિકારીને મોકલવામાં આવશે

પગથિયું – ૪

તાલુકા વિકાસ અધિકારી તમારી અરજી મંજુરનો પત્ર આપશે

પગથિયું – ૫

વહીવટી મંજુરી મળેથી આવાસ સહાયની પ્રથમ હપ્તાની સહાયની રકમ PFMS થી લાભાર્થીના બેંક / પોસ્ટ ઓફિસના ખાતામાં સીધી જ જમા થશે.

પગથિયું – ૬

બાકીના બે હપ્તા બાંધકામની પ્રગતિના વિવિધ તબક્કે લાભાર્થીના બેંક / પોસ્ટ ઓફિસના ખાતામાં સીધી જ જમા થશે.

સરકારી વેબ સાઈટ : http://pmayg.nic.in

૨ .પ્રધાન મંત્રી આવાસ યોજના -અર્બન  વિશે સમજીએ

ફોર્મ ભરવાની રીત: અર્બન માટે

અર્બન માટે આ યોજનાનું ફોર્મ ભરવું વધુ સગવડ ભર્યું છે.

ઓન લાઈન ફોર્મ ભરી સકાય છે – ઓનલાઈન ફોર્મ ભરવા માટે અહી ક્લિક કરો

સરકારી વેબ સાઈટ : https://pmaymis.gov.in/


SHARE WITH LOVE
 • 69
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  69
  Shares

Leave a Reply

Your email address will not be published.