આઈફોન-13ના ચાર મોડલનું ધમાકેદાર લોન્ચીંગ: શુક્રવારથી પ્રિ-બુકિંગ શરૂ, 24મીથી મળવા લાગશે

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

નેટવર્ક નહીં હોય તો પણ ફોન-મેસેજ કરી શકવાની સુવિધા: બ્લુ, ગુલાબી, ગ્રેફાઈટ, સ્ટારલાઈટ સહિતના કલર મળશે

નવીદિલ્હી, તા.15
અમેરિકાની ટેક કંપની એપલે આયોજિત કરેલી એક વર્ચ્યુઅલ ઈવેન્ટમાં પોતાની અનેક પ્રોડક્ટસનું લોન્ચીંગ કર્યું હતું. આ પ્રોડક્ટસમાં આઈફોન-13 સિરીઝમાં પણ સામેલ છે.
આ કાર્યક્રમમાં આઈફોન-13 અને આઈફોન-13 મીનીને લોન્ચ કરવામાં આયો હતો. આ ઉપરાંત આઈફોન-13 પ્રો શ્રેણીની પણ જાહેરાત કરાઈ છે જેમાં આઈફોન-13 પ્રો અને આઈફોન-13 પ્રો-મેક્સ સામેલ છે.

પાછલા મોડલ્સની તુલનામાં આ શ્રેણીમાં એક જેવી સ્ક્રીન સાઈઝ અને એક પ્રકારની જ ડિઝાઈન આપવામાં આવી છે. સાથે જ સિનેમેટિક મોડ પણ ઉપલબ્ધ કરાવાયું છે જેનાથી શ્રેષ્ઠ વીડિયો બનાવી શકાશે. કંપનીએ ઓસ્કર એવોર્ડ વિજેતા ડાયરેક્ટર પાસે આઈફોન મારફતે કરાવેલા શૂટિંગને પણ બતાવ્યું હતું.

નવા આઈફોનમાં લેટેસ્ટ એ-15 બાયોનિક ચીપસેટ અને આઈઓએસ-15 ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. નવા મોડલની ખાસ વાત એ છે કે તેમાં નેટવર્ક નહીં હોય તો પણ ફોન-મેસેજ કરી શકવા માટે સેટેલાઈટ સિગ્નલની વ્યવસ્થા આપવામાં આવી છે.

આઈફોન-13 અને આઈફોન-1 મીનીને ત્રણ વેરિયેન્ટમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. આઈફોન-13ની વાત કરવામાં આવે તો તેના 128 જીબી સ્ટોરેજ વેરિયેન્ટની કિંમત 79900 રૂપિયા છે. જ્યારે 256 જીબી સ્ટોરેજ વેરિયેન્ટની કિંમત 89900 રૂપિયા છે. આવી જ રીતે 512 જીબી ફોનની કિંમત 1,09,900 જાહેર કરવામાં આવી છે

તો 256 જીબી સ્ટારેજ વેરિયેન્યની કિંમત 1,29,900, 512 જીબી સ્ટોરેજ વેરિયેન્ટની કિંમત 1,49,900 અને 1 ટીબી (1000 જીબી) સ્ટોરેજની કિંમત 1,69,900 રૂપિયા જાહેર કરાઈ છે. નવા આઈફોનના પ્રિ-ઓર્ડર શુક્રવારે સાંજે 5:30 વાગ્યાથી આપી શકાશે અને તેનું વેચાણ 24 સપ્ટેમ્બરથી શરૂ થઈ જશે ત્યારે કયા ફોનમાં કેવી ખાસીયત છે તે અત્રે પ્રસ્તુત છે.

આઈફોન-13 મીની
આઈફોન-13 મીની મોડલમાં 5.4 ઈંચની સ્ક્રીન આપવામાં આવી છે. આ ફોનમાં ‘સુપર રેટિના એક્સડીઆર’ ડિસ્પ્લે આપવામાં આવી છે તેમાં કંપનીની એ-15 બાયોનિક ચીપ અપાશે. આ મોડલ 128, 256 અને 512 જીબી સ્ટોરેજ સાથે ઉપલબ્ધ બનશે. તેમાં 12 મેગાપિક્સલનું ડ્યુઅલ કેમેરા સેટઅપ હશે. આ મોડલનો કેમેરો સેન્સર-શિફ્ટ ટેક્નોલોજી સાથે આવે છે તેમાં આઈ.આર. આધારિત ફેસ આઈડી આપવામાં આવ્યું છે અને બેટરી પણ મોટી આપવામાં આવી છે. આ મોડલમાં મીડનાઈટ, બ્લુ, પીન્ક, સ્ટારલાઈન કલર્સ અપાયા છે.

આઈફોન-13
આઈફોન-13માં 6.1 ઈંચની સ્ક્રીન આપવામાં આવી છે. તેમાં ‘સુપર રેટિના એક્સડીઆર’ ડિસ્પ્લે અપાઈ છે. તે 60 એચઝેડ રિફ્રેશ રેટ સાથે આવશે. તેમાં કંપનીની એ-15 બાયોનિક ચીપ આપવામાં આવી છે. આ મોડલ 128, 256 અને 512 જીબી સ્ટોરેજ સાથે ઉપલબ્ધ બનશે. તેમાં 12 મેગાપીક્સલનું ડ્યુઅલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે સાથે જ 12 મેગાપીક્સલનો જ ફ્રન્ટ કેમેરો પણ આપવામાં આવ્યો છે. આ મોડલનો કેમેરા સેન્સર શિફ્ટ ટેક્નોલોજી સાથે આવે છે. તેમાં આઈ.આર. આધારિત ફેસ આઈડી આપવામાં આવી છે અને આ મોડલની બેટરીને પણ મોટી કરી દેવાઈ છે. આ ફોનને મીડનાઈટ, બ્લુ, પિન્ક, સ્ટારલાઈટ કલર્સ આપવામાં આવ્યો છે. તે આઈપી-68 વોટર રેસિસ્ટેન્ટ સાથે આવે છે.

આઈફોન-13 પ્રો
આઈફોન-13 પ્રોમાં 6.1 ઈંચની સ્ક્રીન આપવામાં આવી છે. તેમાં એલટીપીઓ એપ્સલ પ્રો-મોશન 120 એચઝેડ સુપર રેટિના એક્સડીઆર ડિસ્પ્લે આપવામાં આવી છે. તે ડાયનેમિકલી 10 એચઝેડ અને 120 એચઝેડ વચ્ચે સ્વિચ કરવામાં સક્ષમ છે. તેમાં કંપનીની એ-15 બાયોનિક ચીપ આપવામાં આવી છે. આ મોડલ 128, 256 અને 512 જીબી સ્ટોરેજ સાથે ઉપલબ્ધ બનશે. તેમાં 12 મેગાપીક્સલનો ડ્યુઅલ અને 12 મેગાપીક્સલનો રિયર કેમેરો પણ આપવામાં આવ્યો છે. આ મોડલના તમામ કેમેરા ઉપર નાઈટ મોડ, સ્માર્ટ એચડીઆર-4 અને ડીપ ફ્યુઝન, એપ્પલ પ્રોરો અને પ્રોટ્રેટ લાઈટિંગ સાથે પોટ્રેટ મોડ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. તેને ગ્રેફાઈટ, ગોલ્ડ, સિલ્વર અને સિએરા બ્લુ કલરમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આઈફોન-13 પ્રો મેક્સ
આઈફોન-13 પ્રો મેક્સમાં 6.7 ઈંચની સ્ક્રીન આપવામાં આવી છે. તેમાં એલટીપીઓ એપ્પલ પ્રો-મોડન 120 એચઝેડ સુપર રેટિના એક્સડીઆર ડિસ્પ્લે આપવામાં આવી છે. તે ડાયનેમિકલી 10 એચઝેડ અને 120 એચઝેડ વચ્ચે સ્વિચ કરવામાં સક્ષમ છે. તેમાં કંપનીની એ-15 બાયોનિક ચીપ આપવામાં આવી છે. આ મોડલ 128 જીબી, 256 જીબી અને 512 જીબી સ્ટોરેજ સાથે આપવામાં આવ્યું છે. તેમાં 12 મેગાપિક્સલનો ડ્યુઅલ કેમેરા અપાયો છે તો 12 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો પણ હશે. આ મોડલના તમામ કેમેરા પર નાઈટ મોડ, સ્માર્ટ એચડીઆર-4 અને ડીપ ફ્યુઝન, એપ્પલ પ્રોરો અને પોટ્રેટ લાઈટિંગ સાથે પોટ્રેટ મોડ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. તેમાં પ્રો-રેસ વીડિયો અને સિનેમેટિક મોડનો સપોર્ટ પણ આપવામાં આવ્યો છે. તેને ગ્રેફાઈટ, ગોલ્ડ, સિલ્વર અને સિએરા બ્લુ કલરમાં ઉપલબ્ધ કરાવાશે.

એપલ વોચ-7, આઈપેડ, આઈપેડ મીનીનું પણ લોન્ચીંગ
કંપની દ્વારા એપલ વોચ-7નું પણ લોન્ચીંગ કરવામાં આવ્યું છે. એપલ વોસ સિરીઝ-7 એક નવી ડિઝાઈન સાથે પાછલા વર્ષની સિરીઝ 6ની તુલનામાં એક મહત્ત્વપૂર્ણ અપગ્રેડ લઈને આવી છે. નવી એપલ વોચમાં અત્યાર સુધીની સૌથી મોટી ડીસ્પ્લે આપવામાં આવી છે. એપલનો દાવો છે કે વોચ સિરીઝ-7નો સ્ક્રીન એરિયા વોચ-6 કરતાં 20% વધુ હશે. આ વોચની કિંમત 399 ડોલર એટલે કે અંદાજે 29400 રૂપિયા જાહેર કરવામાં આવી છે.જ્યારે એપલ વોચ-7 જીપીએસ+સેલ્યુલર વોચની કિંમત અંદાજે 36800 રૂપિયા રાખવામાં આવી છે. આ વોચ મીડનાઈટ, સ્ટારલાઈટ, ગ્રીન અને એક ન્યુ બ્લુ તેમજ રેડ કલરમાં મળશે. આ વોચ ભારતમાં ક્યારથી મળશે તેની સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી. આ ઉપરાંત કંપનીએ નવા આઈપેડ અને આઈપેડ મીનીને પણ લોન્ચ કરી દીધા છે. નવા આઈપેડના વાઈ-ફાઈ વેરિયેન્ટની કિંમત ભારતમાં 30,900 રૂપિયા અને વાઈ-ફાઈ+સેલ્યુલર વેરિયેન્ટની કિંમત 42900 રૂપિયા છે. નવા આઈપેડની શરૂઆત 64 જીબી સ્ટોરેજ વેરિયેન્ટથી થાય છે. કંપનીએ તેને સ્પેસ ગ્રે અને સિલ્વર કલરમાં લોન્ચ કર્યું છે.

Source link


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •