Instagram એ નવુ ફિચર કર્યુ રોલ આઉટ, ગંદી કોમેન્ટ્સને કરી શકાશે કન્ટ્રોલ

SHARE WITH LOVE
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

ફેસબુકે ઇન્સ્ટાગ્રામ યૂઝર્સ ( Instagram Users ) માટે એક નવુ ફિચર રોલ આઉટ કર્યુ છે. આ નવા ફિચરમાં આપવામાં આવેલા સેટિંગ્સમાં બદલાવ કરીને યૂઝર પોતાના એક્સપ્લોર ટેબમાં આવનાર સેન્સેટિવ અને ગંદા કોમેન્ટ્સને (Sensitive Comments) રોકી શકે છે. યૂઝર્સ પાસે કોમેન્ટનો વિકલ્પ હટાવવાનો ઓપ્શન પણ હશે. ઇન્સ્ટાગ્રામનું આ સેન્સેટિવ કોમેન્ટ્સ કન્ટ્રોલ ફિચર (Sensitive Comments Control Feature) યૂઝર્સને કોઇ પણ ઇન્ટરેક્શન દરમિયાન કોમેન્ટ્સને બંધ કરવાનો વિકલ્પ આપશે.

ઇન્સ્ટાગ્રામ દ્વારા જાહેર કરવામાં આવ્યુ છે કે, આ નવી સુવિધા તમને સંવેદનશીલ મેસેજ પર નિયંત્રણ લગાવવા માટે પરમિશન આપે છે.
તમે સંવેદનશીલ વસ્તુઓના નિયંત્રણને એડજસ્ટ પણ કરી શકો છો.

તમારા સેંસિટિવ કોન્ટેન્ટ કન્ટ્રોલને જોવા માટે, પોતાની પ્રોફાઇલ પર જાઓ, ઉપર ડાબી બાજુએ ખૂણામાં આપેલા મેનૂ પર ટેપ કરો, હવે એકાઉન્ટ ટેપ કરીને સેન્સેટિવ કોમેન્ટ કન્ટ્રોલ પર ટેપ કરો. યૂઝર્સ નક્કી કરી શકે છે કે સેટિંગ્સને તેની ડિફોલ્ટ સ્થિતીમાં રાખવુ છે કે નહી.

ફેસબુકે (Facebook) કહ્યુ કે, તમે કોઇ પણ સમયે તમારા સેટિંગ્સ બદલી શકો છો. તેનો 8 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે અનુમતી વિકલ્પ ઉપલબ્ધ નહીં હોય. સોશિયલ નેટવર્કે કહ્યુ કે, ઇંસ્ટાગ્રામ પર કેવા પ્રકારની સામગ્રી હોઈ શકે છે તે દર્શાવતી સમુદાય માર્ગદર્શિકા હશે. આ માર્ગદર્શિકાનો ઉદ્દેશ્ય લોકોને સુરક્ષિત રાખવાનો હશે.

Source link


SHARE WITH LOVE
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •