આદિવાસી યુવા સંગઠન – સાબરકાંઠા બનાસકાંઠા

SHARE WITH LOVE
 • 5
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  5
  Shares

*આદિવાસીઓ માટે*

?સત્યને માનો.
સત્યની પૂજા કરો.
બાકી બીજા બધા ધર્મ, ધતિંગ જુઠા લાગે છે. કારણ…
ભલે શ્રદ્ધા નો વિષય હોય પણ વિજ્ઞાનનો જમાનો છે,સમાજ સત્યને સ્વીકારે છે આ બીજું બધું સત્ય સાબિત કરી શકતું નથી.

*નીચેની બાબતો સત્ય છે.*
1 *)અનાજ* .-જેને ખાધા વગર કોઈ દેવતા જીવડી શકશે નહીં.

2) *ધરતી* – જેના વગર જીવવું અશક્ય છે.

3) *આકાશ* -જેના વગર જીવન અશક્ય છે.

4) *પવન* -જેના વગર જીવન અશક્ય છે.

5) *પાણી* -જેના વગર જીવન અશક્ય છે.

6) *અગ્નિ* -જેના વગર જીવન શક્ય નથી.

7) *માં-બાપ* -જેના વગર જન્મ જ ના હતો.

માન્યમાં નહીં આવે તો પ્રેક્ટિકલ કરી જોજો..

આ જ સત્ય છે ,
આ જ ધર્મ છે,
આ જ દેવતા છે,
આ જ જીવાડે છે,
આ જ દેખાય છે બીજી બધી કલ્પના છે,
આ જ માનવતા, માનવ ધર્મ કહેવાય.
*અંધ ને દેખાય, બહેરાને સમજાય એવું સત્ય છે.* તો શા માટે બીજામાં પડવું?

આદિવાસી આને પૂજતા હતા. પુંજે છે.

દુનિયામાં આદિવાસી ધર્મ, જીવનશૈલી, સત્ય છે.

વિશ્વને રાહ બતાવનારી છે.
એટલે આદિવાસી પ્રકૃતિ પૂજક કહેવાય છે.

જો કે હવે મોટા ભાગના ભણેલા આદિવાસીઓ આ સત્યને ભૂલ્યા છે.અને અસત્ય તરફ વળ્યા છે.
પાછા વાળવાની જરૂર છે.
કારણ તે ભણેલા ને જોઈ અભણ આદિવાસી એમનું અનુકરણ કરે છે. આમ થશે તો બેસ્ટ આદિવાસી સંસ્કૃતિ ખલાસ થશે.

જય આદિવાસી.
?જય જોહાર.


SHARE WITH LOVE
 • 5
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  5
  Shares

Leave a Reply

Your email address will not be published.