આદિવાસી એકતા મંચ

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

આદિવાસી  એકતા મંચની  વિચારધારા  , ઉધેશો અને  કાર્યો (પ્રમુખ નિવેદન)

આદિવાસી સમાજ  વિવિધ  જાતિઓ  , ધર્મોથી  વણાયલો છે. ભારતમાં આદિવાસીઓની

આશરે ૮% જેટલી વસ્તી ધરાવે છે. જે  અલગ  અલગ  રાજ્યોમાં  વિભાજિત છે. અને વિવિધ

સાંસ્કૃતિક વારસો ધરાવે છે. આ સાંસ્કૃતિક વિવિધતામાં  આદિવાસી  સમાજનો  વિકાસ  એની

એકતામાં  છે. આજ એકતાની  વિચારધારા  સાથે સમાજના વિકાસના સ્વપન અને  સંકલ્પ

આદિવાસી એકતા મંચનો મૂળ ઉદેશ છે.

આદિવાસી  એકતા મંચ એકતાના ઉદેશના  સાથે સમાજમાં  શિક્ષણ ,આરોગ્ય  અને

સાંસ્કૃતિક  અસ્તિત્વ ટકાવી રાખવા કટિબંધ છે. આ ઉદેશો  પાર પાડવા  માટે આદિવાસી એકતા

મંચ  ભિલોડા દર વર્ષે  ૯ મી  ઓગસ્ટ (વિશ્વ આદિવાસી દિન ) ઉજવે છે.

૧૪મી  જાન્યુઆરીએ  આદિવાસી  સાંસ્કૃતિક  મહા  સંમેલનમાં  ભાગ લે છે.

સમાજના લોકોનું  આરોગ્ય  જળવાઈ રહે તે માટે અવાર નવાર દૂરદરાજમાં મેડિકલ  કેમ્પ

યોજવામાં આવે છે.  શિક્ષણનો વ્યાપ વધે તે માટે  શૈક્ષણિક  માર્ગદર્શનની  શિબિર યોજે છે.

આદિવાસી  અસ્તિત્વ , અસ્મિતા  અને ઓળખ  ટકાવી રાખવા આપ સૌનો સાથ

સહકારની  અપેક્ષા  રાખીએ છીએ.


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

Leave a Reply

Your email address will not be published.