સમસ્ત આદિવાસી સમાજ, ગુજરાત રાજ્ય.

SHARE WITH LOVE
 • 5
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  5
  Shares

Reg. no.A/2935
Address:
Samst Aadivasi Samja, gujarat rajy
AT & Po: Aanaval Ta. Mahua Dist: Surat – 396510
Mission
To help to the last person of our society which need our help.
CONTACT INFO Call 098250 86363
About
An organization for Trible’s Tomorrow.
વિચારો:

અનુસુચિત જનજાતિની સીટ પરથી ચુંટાયેલા કયા કયા ધારાસભ્યોએ આ પ્રશ્નોની સરકારમાં રજુઆત કરી છે ?
આદિવાસી સમાજનાં વિકાસ માટે આગામી બજેટમાં નાંણાકિય જોગવાઈ કરવા બાબતે
અમો આદિવાસી સામજિક સંગઠનનાં આગેવાનો, હોદ્દેદારો અને શિક્ષિતો આપ સાહેબનું ધ્યાન દોરીને અમારા વિકાસ માટે જરૂરી બાબતે તાત્કાલિક ઉકેલ લાવવા આ આવેદન પત્રથી નમ્રપણે માંગણી કરીએ છીએ કે,

(1) ગુજરાત રાજ્યના ૧૨ જીલ્લામાં ૯૦ લાખ આદિવાસી સમાજનાં લોકો વસે છે. આ વિસ્તારમાં શિક્ષણ મેળવતા આદિવાસી વિદ્યાર્થી માટે ધો.૧૧ અને ૧૨ વિજ્ઞાન પ્રવાહ માટે તજજ્ઞ શિક્ષકોની સુવિધા ઉપલબ્ધ નથી. ઉપલબ્ધ શિક્ષકો ધો.૧૧-૧૨નો કોર્ષ માંડ પુરો કરી વિદ્યાર્થીને ધો.૧૨ બોર્ડની પરીક્ષા માટે તૈયાર કરે છે. આવી વિકટ પરિસ્થિતિમાં પણ આ વિદ્યાર્થી મહેનત કરી ધો.૧૨ સાયન્સમાં સારા ટકા લાવે છે. આદિવાસી વિસ્તારની વિજ્ઞાન પ્રવાહની શાળામાં ગુજકેટ એન્ટ્રન્સ ટેસ્ટ માટે તૈયારી કરાવવા માટેની સુવિધાનો સંપૂણૅ અભાવ છે જેના કારણે આદિવાસી વિદ્યાર્થી ગુજકેટ પરીક્ષામાં ૪૦ ટકાથી વધારે માર્કસ લાવી શકતો નથી.

ગુજરાત રાજ્યમાં મેડિકલ અભ્યાસક્રમ (એમ.બી.બી.એસ/ડેન્ટલ જેવા) માં પ્રવેશ મેળવવા ધો.૧૨ સાયન્સ અને ગુજકેટ પરીક્ષા એમ બન્નેનો આધાર લેવામાં આવે છે જેના કારણે ધો.૧૨ સાયન્સ બોર્ડમાં સારા ટકા લાવનાર અનેક વિદ્યાર્થી ગુજકેટમાં ઓછા માર્ક આવવાથી પ્રવેશથી વંચિત રહે છે.
અમારી માંગ છે કે…….
૧. ગુજરાત સરકાર દ્વારા નિયત કરેલ મેડિકલ પ્રવેશ માટેનાં ધો.૧૨ સાયન્સ અને ગુજકેટ ટેસ્ટના બન્ને ધોરણને હટાવવામાં આવે.
૨. મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનાં નિયમોનુસાર મેડિકલ શાખામાં પ્રવેશ માટે લાયકી ધોરણ માટે મુખ્ય આધાર ધો.૧૨ સાયન્સનાં માર્ક્સનો આધાર લેવામાં આવે
૩. મેરીટ યાદી માટે (ધો.૧૨ સાયન્સ) ૬૦ : (ગુજકેટ) ૪૦નાં પ્રમાણ માટે ગુજકેટ ની મર્યાદા હટાવવા આવે અને માત્ર સ્કોર ગણવા માં આવે.

વર્ષ 2014 -15 નાં મેડિકલ પ્રવેશ માટે આ સુધારો તાત્કાલિક અમલમાં લાવવામાં આવે અને આદિવાસી સમાજનાં વિદ્યાર્થી ને બંધારણીય જોગવાઈ અનુસાર ન્યાય આપવામાં આવે એવી અમારી નમ્ર વિનંતી છે.
(2) આગામી લોકસભાની ચુંટણીની આચારસંહિતા અમલી બને એ પહેલા તમામ પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓ અને કોલેજમાં ભણતા તમામ વિધ્યાર્થીઓને શિષ્યવૃતિની ચુંકવણીની કાર્યવાહી પુર્ણ કરવા માંટે સબંધિત તમામ અધિકારીશ્રીઓને સુચના અપાઈ જવા વિનંતી છે.
(3) વર્ષ 2014 -15 ની ગુજરાત પેટર્ન ની જોગવાઈ આ વખતે જુદા જુદા 16 જેટલા ખાતાઓનાં વિભાગો દ્વારા કરવામાં આવ્યા છે , આ ગુજરાત પેટર્ન ની યોજનાઓનાં અમલીકરણ માટેની તાલુકા અને જિલ્લા કક્ષાની આયોજન સમિતિમાં જે તે વિસ્તારનાં સમસ્ત આદિવાસી સમાજ નાં પ્રતિનિધીઓને આમંત્રિત તરીકે બોલાવવા વિનંતી છે જેથી કરીને જે તે વિસ્તારની સ્થાનિક સમસ્યાઓને ધ્યાને રાખીને લોક ઉપયોગી યોજનાઓ બનાવવા સુચનો કરીને સ્થાનિક જરૂરિયાતો મુજબની યોજનાઓનો અમલ કરાવી શકાય અને સરકારશ્રી દ્વારા ગુજરાત પેટર્ન હેઠળ જે તે હેતુસર જ નાંણા વાપરી શકાય.
(4) આદિવાસી વિસ્તારમાં દરેક તાલુકા અને જિલ્લાસ્તરે વિજ્ઞાન પ્રવાહ શરૂ કરવામાં આવ્યા છે પરંતુ દુર દુરનાં ગામડાનાં ધો 11 અને 12 માં ભણતા વિધ્યાર્થીઓને અપુરતી સંખ્યાની હોસ્ટેલ સુવિધાને કારણે ભાડાનાં ઘર રાખી રહેવું પડે છે, જે આર્થિક રીતે પરવડતું ના હોય તેજસ્વી બાળકોને અભ્યાસ છોડી દેવો પડે છે જેથી તાલુકા અને જિલ્લા કક્ષાએ સર્વે કરાવી જરૂરીયાત મુજબની હોસ્ટેલ સુવિધાઓ વધારવામાં આવે અને જ્યાં શાળા / કોલેજો માટે છાત્રાલયો ની સગવડ નથી તેવા સ્થળોએ ખાનગી સંસ્થાઓને ગ્રાંટ ઈન એઈડ નાં ધોરણે છાત્રાલયો ખોલવાની પરવાનગી આપવા માટે આગામી અંદાજપત્રમાં નવી બાબતની જોગવાઈઓ કરવામાં આવે અને એમાટે નાંણાકિય ફાળવણી કરવામાં આવે એવી વિનંતીછે.
(5) તાજેતરમાં રાજ્યસરકારે આગામી દશ વર્ષ માટે વિવિધ સરકારી નોકરીની ભરતીનું કેલેન્ડર નક્કિ કરેલ છે જેનાં અનુંસંધાને ગુજરાત જાહેર સેવા આયોગ , ગૌણ સેવા પસંદગી મંડળ ,પંચાયત સેવા પસંદગી મંડળ જેવી સરકારી નોકરીની ભરતી એજન્સીઓ કામ કરે છે જેનાં ભરતીઓનાં નિયમોમાં સુધારો કરીને ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમમાં પરિક્ષાઓ આપવા ઠરાવેલ છે જેનાં કારણે ગામડાઓમાં ભણતા ગરીબ વાલીઓનાં બાળકોને અન્યાય થવા સંભવ છે કેમકે અંગ્રેજી માધ્યમ ની શાળાઓ મોટેભાગે શહેરોમાં આવેલી છે અને જેમાં ભણવા માટે ખુબ જ ઉંચી ફી ભરવી પડતી હોય છે જે પરવડતી ના હોય ગુજરાતી માધ્યમમાં બાળકને ભણાવવા પડતા હોય છે જેથી ગુજરાતમાં
ધો 10 ,12 અને કોલેજોમાંથી દરવર્ષે ગુજરાતી માધ્યમમાંથી કેટલા વિધ્યાર્થીઓ અને અંગ્રેજી માધ્યમમાંથી કેટલા
વિધ્યાર્થીઓ પાસ થાય છે એ આંકડાઓને ધ્યાને રાખી અંગ્રેજી માધ્યમનાં 20 – 25 ટકા અને ગુજરાતી માધ્યમનાં 75 –
80 ટકા મુજબ ભરતી કરવાની જોગવાઈઓ કરવા વિનંતી છે.
(6) ધોરણ 12 પછી લેવામાં આવતી ગુજકેટ જેવી સ્પર્ધાત્મક પ્રવેશ પરિક્ષાઓ માટેની તાલીમ કેંદ્રો દરેક તાલુકા કક્ષાએ અને જરૂર જણાય તો સંખ્યા આધારિત વધુ વિધ્યાર્થીઓ ભણતા હોય તેવી શાળાઓમાં ઓછામાં ઓછા 60 થી 90 દિવસ માટે રાખવી જોઈએ અને આ તાલિમ કેંન્દ્રો સમયસર ચાલુ કરવામાં આવે એવી વિનંતી છે.
(7) આદિજાતી કલ્યાણ ખાતા મારફતે સ્પર્ધાત્મક પરિક્ષાઓ માટેની પુર્વ સેવા તાલીમ વર્ગો ચલાવવામાં આવે છે તે નોકરીની જાહેરાત પ્રસિધ્ધ થયા બાદ તુર્ત જ તમામ કેડરો મુજબ તાલીમ કેંદ્રો શરૂ કરવાનું આયોજન કરવામાં આવે એવી વિનંતી છે.
(8) આદિવાસી વિકાસને લગતી તમામ યોજનાઓનાં અમલી કરણ કરવા માટે આદિજાતી વિકાસ કોર્પોરેશન પુ:ન શરૂ કરવામાં આવે એવી વિનંતી છે.
(9) ફક્ત વિધ્યાર્થીનીઓ માટેની જ ધોરણ 11 અને 12 ની વિજ્ઞાન પ્રવાહની ઓછામાં ઓછી એક ઉચ્ચ માધ્યમિક શાળા દરેક આદિવાસી તાલુકામાં ખોલવામાં આવે એવી વિનંતી છે.
(10) આદિવાસીઓનાં સર્વાંગી વિકાસ થાય માટે દરેક જિલ્લા મથકે અને રાજ્યનાં દરેક મહાનગરોમાં એક આદિવાસી ભવન બનાવવાની જોગવાઈ કરવામાં આવે જેમાં વિવિધ માર્ગદર્શન તાલિમ કેંદ્રો, આદિવાસી સંસ્કૃતિનાં જતન માટે /રીત રિવાજો / આદિવાસી પરંપરાઓ માટેની ઓળખ માટે ઈન્ટર્પ્રિટેશન કેંદ્રો, સહિત તમામ સુવિધા યુક્ત આદિવાસી ભવન બનાવવાની અને તેનું સંચાલન સ્થાનિક આદિવાસી સમાજનાં મંડળો દ્વારા કરવામાં આવે .


SHARE WITH LOVE
 • 5
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  5
  Shares

Leave a Reply

Your email address will not be published.