અમેરિકાના વૈજ્ઞાનિકોએ કોરોનાના દર્દીઓ માટે રેપિડ બ્લડ ટેસ્ટની શોધ કરી
(પીટીઆઇ) વોશિંગ્ટન, તા. 16 જાન્યુઆરી, 2021, શનિવાર
વૈજ્ઞાનિકોએ રેપિડ બ્લડ ટેસ્ટની શોધ કરી હતી જે દર્દીના હોસ્પિટલમાં દાખલ થયાના માત્ર એક જ દિવસમાં કોરોનાનો કયો દર્દી વધુ ગંભીર બની શકે છે અને ક્યા દર્દી પર મોતનું જોખમ વધારે છે તેની અગાઉથી જાણ કરી શકશે.આ થીયરીથી ડોકટરોને તપાસ પછી સારવાર માટે મદદ મળશે અને કોને સૌથી વધુ લાભ મળશે તેની પણ જાણ થશે.
એક સામયીકમાં પ્રસિધૃધ કરાયેલા સંશોધનમાં ટેસ્ટમાંમિટોકોન્ડ્રીયલ ડીએનએના લેવલને માપી શકાશે જે સામાન્ય રીતે સેલની ઊર્જા ફેકટરીઓની અંદર પડયા રહે છે. વોશિંગ્ટન યુનિ. સ્કુલ ઓફ મેડિસીનિસ,સેન્ટ લુઇસના સંશોધકો અનુસાર,મિટોકોન્ડ્રીયલ ડીએનએ સેલમાંથી નીકળે છે અને એ દર્શાવે છે કે શરીરમાં અત્યંત ઘાતક સેલ આકાર પામી રહ્યો છે જે દર્દીને મારી શકે છે.
‘
અનેક સારવાર માટે યોગ્ય ડોકટરો મળતા નહીં હોવાના કારણે ડોકટરોને શક્ય એટલા વહેલી તકે કોવિડ-19 દર્દીની સિૃથતિ અંગે જાણવા સારા સાધનોની તત્પરતા હોય છે.અમે જાણીએ છીએ કે કેટલાક દર્દીઓ ઇન્ટોન્સિવ કેર સિવાય પણ સાજા થઇ શકે છે’એમ સંશોધનના સહ લેખક એન્ડ્રૂ ગેલમેને કહ્યું હતું. ‘
આપણે એ જાણવાની જરૂર છે કે વય આૃથવા તો અન્ડરલાઇન માંદગી ધરાવતા કેટલાક દર્દીઓ હાઇપર ઇન્ફ્લમેન્ટરી મોતના વિસ્તારમાં જતા રહે છે. અમારા સંશોધનમાં જાણવા મળ્યું હતું કે ટીશ્યુને થતું નુકસાન મોતનું એક કારણ બની શકે છે.છોડવામાં આવેલો મિટોકોન્ડ્રીયલ ડીએનએ પોતે જ જલદ પરમાણું છોડતું હોવાથી દર્દીનું મોત થાય છે.